નર્મદા : અજાણ્યાને કોઈ પણ કાળે મોટર સાઈકલ ન આપતા.. જો આપશો તો આવું પણ થઇ શકે છે..!?

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં આંટો મારવાનું કહી યામાહાની મોંઘીદાટ બાઈક લઈ ફરાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ

મારે આવીજ મોટરસાઈકલ લેવાની છે જરા એક આંટો મારી આઉ કહેનારા ઇસમને પોતાની મોટર સાઈકલ આપનારો વયકતિ પોક મૂકીને પસતાયો હોવાનું જાણવા મળ્યું છે .
નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના મોટા આંબા ગામે એક વ્યક્તિ પાસે જોયેલી યામાહાની બાઈક મારે લેવી છે તો આંટો મારવા આપો તેમ કહી એક વ્યક્તિ બાઈક લઈ ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મોટા આંબા ગામે બનેલી ઘટના મુજબ મોટાઆંબા ખાતે રહેતા દિનેશભાઇ ગોરધનભાઇ તડવી નામના વ્યક્તિ પાસે યમાહા ફેજર મોટરસાયકલ નંબર GJ 22 J 5077 કિમત રૂપિયા ૫૦,૦૦૦/-હોય તે લઈને ઉભા હતા એ દરમિયાન ગામમાં મજૂરો લેવા માટે આવેલ શૈલેષ ઉર્ફે કાલીયો જીવરાજભાઇ ડાભી રહે. તતાણા તા.ગઢડા જી. બોટાદ એ દિનેશ તડવીને વિશ્વાસમાં લઈને કહેલ કે મારે પણ આવી ગાડી લેવાની છે આ ગાડી કેવી ચાલે છે તે જોવા માટે મને આટો મારવા માટે આપો હુ આંટો મારીને આવુ છુ તેમ જણાવી બાઈક લઈ નાશી જઈ પરત નહીં આવતા દિનેશભાઇએ ઘણી રાહ જોયા બાદ શોધખોળ પણ કરી છતાં બાઈક લઈ જનારનો કોઈ પત્તો ન લાગતા ગરૂડેશ્વર પો.સ્ટે.માં શૈલેષ ડાભી વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ કિસ્સો બધાં માટે એક પ્રેરણા સમાન બની ગયેલ છે જે ખુબજ ચર્ચાસપદ બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here