નર્મદામાં એક માસના બાળક સાથે પત્નીને ઘર માંથી કાઢી મુકતા 181 મહિલા હેલ્પલાઇને આશ્રય અપાવ્યો

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદામાં એક માસના બાળક સાથે ઘર માંથી કાઢી મુકેલી પત્નીની વ્હારે નર્મદા 181 મહિલા હેલ્પલાઇન આવ્યું અને નાના બાળક સાથે માતા ને તેનો હક આપવ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા અભયમ 181મહિલા હેલ્પલાઇનમા કોલ આવ્યો કે એક મહિલા પોતાના નાના બાળક સાથે રાજપીપળા જેલ પાસે બેસી રહી છે જેને મદદ કરવા અપીલ કરતા રાજપીપળા અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પહોંચી મહિલાને મળી તેને રહેવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી સખી વન સ્ટોપમા આશ્રય અપાવ્યો હતો.

જેમાં જાણવા મળ્યા મુજબ ડેડીયાપાડાના યુવાન સાથે પ્રેમલગ્ન કરનાર મહિલાને તેનો પતિ વ્યસન કરી મારઝૂડ કરતો હતો અને છેલ્લા કેટલાય વર્ષથી પતિનો શારીરિક માનસિક ત્રાસ સહન કરતી હતી ત્યારે ગત રોજ તેના પતિએ તેને મારઝૂડ કરી એક માસના બાળક સાથે ઘરમાંથી કાઢી મુકતા મહિલા રાજપીપળા આવી પહોંચી હતી જેથી અભયમ ટીમેં પૂછ પરછ કરતા મહિલાએ હવે પતિ પાસે જવુ નથી તેમ જણાવતા હાલમા લોકડાઉન ચાલુ હોવાથી મહિલાને બાળક સાથે રાજપીપળા સખી વન સ્ટોપ સંસ્થામાં આશ્રય આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here