નર્મદાબંધના પાવર હાઉસ ધમધમતા કરાયા…

કેવડીયા કોલોની,

પ્રતિનિધિ :- સતીશ કપ્તાન

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના વધતા પ્રકોપથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે, દુનિયાનાં ખ્યાતનામ એવા દેશો કોરોનાની આગળ ગુંઠણે પડ્યા છે જયારે જગત જમાદાર એવા અમેરિકાના તો હાલ બેહાલ થઇ રહ્યા છે,આજે પણ અમેરિકામાં લાખો લોકો કોરોનાથી સંક્રમિત થઇ સાંસ લેવા માટે તરસી રહ્યા છે જયારે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. કોરોનાના માનવભક્ષી કહેરે ભારતને પણ પોતાના ભરડામાં લઇ લીધું છે ભારતમાં પણ ઉગતા અને આથમતા સુરજની સાથે દિનપ્રતિદિન કોરોના સક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આવા સમયે ગુજરાતની જનતાનું દરેક રીતે ધ્યાન રાખવા સરકારી મેહ્કમ હંમેશા કાર્યરત રહે છે.

મળતી માહિતી મુજબ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાબંધના ભાર ઉનાળે પાવર હાઉસ ધમધમતા કરાયા, ગત રોજ .નર્મદા બંધ ખાતે બપોરના એક વાગ્યે પાણીની સપાટી ૧૨૦.૯૫ મીટર નોંધાઈ હતી. જ્યારે નર્મદા બંધ ખાતે પાણીનો લાઈવ જથ્થો ૧૩૯૦.૧૧ mcm હતો. તેમજ નર્મદા ખાતે પાણી આવક ૫૭૧૯ કયુસેક હતી, જ્યારે c.h.p.h નું એક ટર્બાઈન કાર્યરત છે જેનો ડીસ્ચાર્જ ૩૨૬૯ કયુસેક છે. જ્યારે રીવર બેડ પાવર હાઉસ ખાતે પાંચ ટર્બાઈન કાર્યરત છે જેનો કુલ ડીસ્ચાર્જ ૧૮.૧૫૬ કયુસેક પાણી નર્મદા નદીમાં જી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here