નર્મદાનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોક ડાઉનમાં નવરા પડે વ્યસનીઓ તાડી અને દેશી દારૂના રવાડે ચડતા પોલીસની લાલ આંખ…

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

નર્મદા નદી કાંઠા વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ મદદથી દેશી દારૂની ભઠ્ઠીને શોધી કાઢતી એલસીબી

પાટણા ગામ ખાતે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં ભઠ્ઠીઓ શોધી કાઢી દેશીદારૂનો કર્યો નાસ

નર્મદામાં છેલ્લા એક મહિનાથી લોક ડાઉન છે ત્યારે ખાસ કરીને ઘરમાં પુરાઈ રહેતા કેટલાક વ્યસનીઓ તાડી અને દેશી દારૂના રવાડે ચઢી જતા બૂટલેગરો સામે પોલીસની લાલ આંખ કરી જેમાં નાંદોદ તાલુકાના આમલેથા, પાટણા ગામ ખાતે ની નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં ડ્રોન દ્વારા દેશી ભઠ્ઠીઓ સુધી કાઢી દેશી દારૂ કર્યો નાશ કરી એલસીબી પોલીસે સપાટો બોલાવી દેતા બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના જણાવ્યા અનુસાર રાજ્યમાં વિદેશી દારૂની પ્રવૃત્તિ કરનાર તેમજ લોક ડાઉન અનુસંધાને જાહેરનામા ભંગ કરતા ઇસમોમાં પર વધુ કેસ કરવા બાબતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર દ્વારા મળેલી સૂચના પગલે હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાનાઓ માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનના પ્રવૃત્તિ કરતા ઈસમોને ડ્રોન સર્વેલન્સ દ્વારા વોચ રાખી કેસો કરવા જણાવતા એલસીબી પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં ડ્રોન સર્વેલન્સ મતથી આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાટણના ગામ ખાતે ની નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં ડ્રોન દ્વારા દેશી ભઠ્ઠીઓ શોધી કાઢવામાં આવેલ જેમાં દેશી દારૂની ભઠ્ઠીઓ દેશી દારૂ લી 7 તથા વોશ લિટર 800 સહિત કુલ કિંમત રૂ.1740 ના મુદ્દામાલ સાથે દેશી દારૂની ભઠ્ઠીનો કેસ સુધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જિલ્લા લોક ડાઉન અનુસંધાને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની બદી નેસ્તનાબૂદ કરવા ટેકનિકલ સર્વેલેન્સનો ઉપયોગ કરી આવી પ્રવૃત્તિ કરતાં ઇસમોએ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ હોવાનું પીઆઇ રાકેશ પટેલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here