ધો.૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને માત્ર પ્રમોશન આપ્યા બાદ રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કુલમાં નર્મદા જીલ્લામાં સૌપ્રથમ વાર ઈ -એજ્યુકેશન શરૂ કરાયુ…

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ(સેલંબા)

ધોરણ ૧૦ અને ૧૨ ના વિજ્ઞાનના વિદ્યાર્થીઓને મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાનું પણ ચાલુ કરાયુ.
ઓનલાઈન વિડીયો લર્નિંગ દ્વારા કરવામાં આવતું શિક્ષણકાર્યમાં ભણાવેલ વિષયવસ્તુની પીડીએફ ફાઈલ વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે અને તેમનું ઘર કામ આપી તેની ચકાસણી કરી વાલીઓને તેની જાણ કરવામાં આવે છે તથા સપ્તાહના અંતે યુનિટ ટેસ્ટ પણ લેવામાં આવે છે.
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના સંકટને કારણે શાળાઓ બંધ છે વાર્ષિક પરીક્ષાઓ લઈ શકાઈ નથી અને માત્ર પ્રમોશન આપી દેવાયું છે.ત્યારે નર્મદા જિલ્લામાં ધોરણ ૯ અને ૧૧ વિદ્યાર્થીઓને માત્ર પ્રમોશન આપ્યા બાદ રાજપીપળાની નવદુર્ગા હાઈસ્કુલમાં નર્મદા જિલ્લા માં સૌપ્રથમવાર ઈ એજ્યુકેશન શરૂ કરાયું છે.એ ઉપરાંત ધોરણ ૧૦ અને ૧૨ ના વિજ્ઞાનના વિદ્યાર્થી અને મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાનું પણ ચાલુ કરાયુ છે.
આ અંગે નવદુર્ગા હાઈસ્કૂલના આચાર્ય હીનાબેન પંડ્યાએ મુલાકાતમાં જણાવ્યું હતું કે અમારી શાળામાં હાલ લોકડાઉનને કારણે શાળાઓ બંધ હોવાથી દરરોજ સવારે ૭:૩૦ થી ૧૧ દરમ્યાન ધોરણ ૧૦ અને ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મુખ્ય વિષયોનું શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે. શિક્ષણકાર્ય ઓનલાઈન વિડીયો લર્નિંગ દ્વારા કરવામાં આવે છે.જે ભણાવેલ વિષય ની વસ્તુ પીડીએફ ફાઈલ વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે અને તેમને ઘરકામ આપી તેની ચકાસણી કરી અને તેની જાણ કરવામાં આવે છે તથા સપ્તાહના અંતે યુનિટ ટેસ્ટ પણ લેવામાં આવે છે.
એ ઉપરાંત પ્રાથમિક વિભાગના ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓને પણ પીડીએફ ફાઈલ વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે અને ઘરકામ આપી તેની ચકાસણી કરી વાલીઓ અને તેની જાણ કરવામાં આવે છે.રાજપીપળાની એક માત્ર શાળા છે જે વિદ્યાર્થીઓની મૂક લાગણીને માન આપીને અભિયાન શરૂ કરી આવો હોવાનું હીનાબેને જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here