દેશના નવા રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન જિલ્લાની જાહેરાત…નર્મદા જીલ્લાનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

રેડ ઝોન એરિયામા વધારો ગુજરાતમાં રેડ ઝોનમાં ૫ ના બદલે હવે ૯ જિલ્લાનો સમાવેશ

રાજય સરકાર આગામી દિવસોમાં જયારે બીજા લોકડાઉન ની મુદ્દત 3 જી મેના રોજ પૂર્ણ થઈ રહી છે તયારે રાજય ના વિવિધ વિસ્તારો ને ત્યા નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા ને ધ્યાન માં રાખી આવનાર દિવસો મા જેતે વિસ્તારના લોકો નેપોતાના કામકાજ માટે કઇ કઇ છુટછાટ આપવી તે અંગે પરામર્શ મા છે.

જે માટે વિવિધ વિસ્તારોને જુદાજુદા ઝોન માં વિભાગ પાડી રહી છે. જેમા રેડ ઝોન એરિયા મા વધારોનોંધાયો છે.

■ ગુજરાતમાં રેડ ઝોન : અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવવલી.
■ ઓરેન્જ ઝોન : રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગર
■ ગ્રીન ઝોન : તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે, મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા
■ ગુજરાતના કુલ ૩૩ જિલ્લામાંથી રેડ ઝોનમાં ૯ જિલ્લા, ઓરેન્જ ૧૯ અને ગ્રીનમાં ૫ જિલ્લાનો સમાવેશ થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here