દેવભૂમિ દ્વારકા : એક તરફ કોરોનાનો કહેર તો બીજી બાજુ સરકારી બાબુ…જાયે તો જાયે કહા..!!

દેવભૂમિ દ્વારકા,

પ્રતિનિધિ :- આરીફ દીવાન (વાંકાનેર)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉન દરમ્યાન સરકારની છૂટછાટ હોવા છતાં બકાલા વાળાઓને સરકારી બાબુઓ દ્વારા પરેશાન કરવામાં આવે છે !!!

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતેની શાકમાર્કેટ ના શાક બકાલા વેચતા વેપારીઓ ને સરકારી બાબુઓ પરેશાન કરતું હોય તેમ ખંભાળિયા શાકમાર્કેટ વેપારી એસોસિયેશન દ્વારા લેખિતમાં અખબારી યાદીમાં જણાવ્યું છે કે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં રહેતા લોકો કોરોનાવાયરસ અંતર્ગત સરકાર શ્રી દ્વારા લગાવવામાં આવેલ લોક ડાઉન નું વેપારીઓ અને ગ્રાહકો અમલ કરી રહ્યા છે છતાં નગરપાલિકા અને કલેકટર કક્ષાના અધિકારીઓ ઘરની ધોરાજી ચલાવતાં હોય તેમ મરજી પડે તેવા પરિપત્રનો અમલ કરવાનું શાકભાજી વેચનારાઓને પરેશાન કરવા સબબ કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક તરફ હાલ કોરોનાવાયરસ અંતર્ગત સમગ્ર દેશભરમાં લોક ડાઉન ના કારણે લોકોને ચૂલા બંધ થઈ ગયા છે તેવા સમયે સરકારી બાબુઓ જ સરકારશ્રીએ ફળ ફ્રુટ બકાલા ને છૂટછાટ આપી હોય જતાં ખંભાળિયાના સરકારી કર્મચારીઓ દ્વારા આવા નામ વેપારીઓને તાજા બકાલા ફેંકી દેવાના થાય તેવા પરિપત્રો નું પાલન કરવાનું કરી રહ્યાનું જાણવા મળ્યું છે જેમકે 11:00 શાકભાજી વેચવા ના સાંજે 6 વાગ્યા સુધી ૧૧ થી ૬ બકાલુ વેચવા ખંભાળિયા ના લોકો ક્યારે પકાવે ને ક્યારે જમે જે એક મોટો ચિંતાનો પ્રશ્નો ઉઠવા પામ્યો છે નોંધનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટાભાગે નગરપાલિકા દ્વારા પ્રજાના પ્રશ્નોને હળવો કરવામાં નિષ્ફળ નિવડયુ હોય તેમ ખંભાળિયા પંથકમાં ગંદકી કચરાના અને ઉભરાતી ગટરોની છાશવારે ભૂતકાળમાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ સરકારી પરિપત્રનું પાલન કરાવવા માટે નીકળી પડેલા નગરપાલિકાના કર્મચારીઓ દરેક વોર્ડમાં પેલા પ્રજાલક્ષી કાર્યો તો કરો અને જિલ્લા કક્ષાના કલેકટર ખરેખર ચિંતા હોય તો સરકારી યોજનાઓનો સામાન્ય લોકોને લાભ મળે એ કાર્ય પહેલાં કરો જેવો કે સરકાર દ્વારા મળતા રેશનકાર્ડની કીટ જરૂરિયાત મંદોને આજ સુધી મળી નથી અને રેશનકાર્ડ માટે સુધારા વધારાની કામગીરી સબબ આજની તારીખે સરકારી યોજનાઓનો લાભ લોકો લઈ શકતા નથી જે જરૂરી કાર્ય છે એ કરવામાં નિષ્ફળ તો નિર્દોષ ગરીબો પર આવા દુઃખદ સમયે તો દુઃખના ટોપલા નાખો તો સારું તે માનવતા નુ કાર્ય સરકારી બાબુઓએ પણ કરવું જોઈએ ગુજરાતના કયા જિલ્લામાં કયા શહેરમાં ફળ ફ્રૂટ બકાલુ સવારના ૧૧ થી સાંજના ૬ સુધી વેચાય છે તે સરકારી પરિપત્રનું અમલ કરાવવા નીકળેલા સરકારી બાબુ પ્રજાના વિકાસ લક્ષી કાર્ય માં સહભાગી ના થઇ શકો તો કંઈ વાંધો નહીં પણ તાજા ફળ ફ્રૂટ બકાલા બગડે નહીં તે રીતે તાજેતાજાફળ ફુટ બકાલા વેચવા સમયસર સારુ લાગે એ ભૂલવું ના જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here