દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામે સસ્તા અનાજનાં દુકાનદારોની લૂંટ સામે મામલતદારને ફરિયાદ….

ડેડીયાપાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

કુપનના પૈસા લેવાના મામલે મામલતદાર અને દુકાનદાર વચ્ચે તું..તું.. મૈં.. મૈં..

નર્મદા જિલ્લના દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામે સસ્તા અનાજ દુકાનોમાં કુપનના પૈસા લેવાતા દુકાનદારો સામે ગ્રાહકોમાં કચવાટ ઉભો થતાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો હતો અને દુકાનદારો સામેની ગ્રાહકો પાસેથી ગેરકાયદેસર રીતે કુબેરના નામે પૈસા ઉઘરાવી રીતસરની લૂંટ ચલાવતા મામલે સામે મામલતદાર સામે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં ફોન ઉપર કુપનના પૈસા લેવાના મામલે મામલતદાર અને દુકાનદાર વચ્ચે તું..તું.. મૈં.. મૈં.. દ્રશ્યો સર્જાયા હતા.
મંડાળા ગામે કોરોના સંકટમાં સસ્તા અનાજની દુકાનમાં ગરીબ લોકો સાથે કુપનના પૈસા લેવાતા હોય ખુલ્લી લૂંટ ચલાવાતી હોવાની ફરિયાદો ઉઠાવા પામી હતી. એટલું જ નહીં દુકાનદાર દ્વારા દરેક કાળજે ૫00 ગ્રામ, ૧ થી ૨ કિલો અનાજ કાપી લઈ ઓછું અનાજ અપાતુ હોવાની બૂમો ઉઠવા પામી હતી.
આ અંગે મામલતદારને ફરિયાદ કરતા દુકાનદારને સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે દેડિયાપાડા તાલુકામાં આવો કોઈ જગ્યાએ પ્રશ્ન નથી, કુપન તો કાઢવી જ પડે ઓનલાઇન કરવાનું હોય છે, જેમાં કુપનના પૈસા ન લેવાની સાફ વાત કરતા દુકાનદારે તો પછી અમારે સેટીંગ કેવી રીતે કરવાનું એમ જણાવતા મામલો સામે આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here