દેડીયાપાડામાં લીમડાચોક ખાતે અનાજ કરીયાણાના દુકાનદારો પર જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાતા ખડભળાટ…

દેડીયાપાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

દુકાનદારો પોતાની દુકાનો ખોલી પોતે માસ્ક તથા હેન્ડ ગ્લોઝ નહીં પહેરી ગ્રાહકોનું સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખતા હોવાના કારણે થઇ કાર્યવાહી.

દેડિયાપાડામાં બજારોમાં, દુકાનોમાં, લોકોની ભારે ભીડ જોવા મળે છે. લોકો ડબલ સવારી વાહનો પર પણ નિયમોનું પાલન કરતા નથી સોશિયલ ડિસ્ટન્સ જળવાતા નથી. તેમ જ દુકાનો ખોલી ને દુકાનદારો પોતે માસ્ક, મોજા પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ખ્યાલ રાખ્યા વગર વેચાણ કરતા હોય, દેડીયાપાડા પોલીસે આવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. જેમાં દેડિયાપાડામાં લીમડા ચોક ખાતે અનાજ કરીયાણાની દુકાન ખોલી પોતે માસ્કને હેન્ડ ગ્લોવ્ઝ નહીં પહેરી ગ્રાહકોનું સોસીયલ ડિસ્ટન્સ નહીં રાખતા દુકાનદાર સામે કાર્યવાહી કરી છે.
જેમાં ફરિયાદી પી.પી.ચૌધરી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એક મુસતુફા હુસેન રફીકઅલી જેમાંની (રહે, પારસી ટેકરા અરબચાલી, દેડીયાપાડા ) સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદની વિગત મુજબ મુસતુફા એ ઘી ગુજરાતી એપેડેમીક ડિસ્ટન્સ કોવીડ 19 ના જાહેરનામામાં સોશિયલ ડિસ્ટન્સ થી કોરોના સંક્રમણ અટકાવવા જાહેરનામું બહાર પાડેલ છે. અને તેમ છતાં પોતાની લીમડાચોક ખાતે અનાજ કરીયાણાની દુકાન માસ્ક તથા હેન્ડ ગ્લવઝ નહી પહેરી ગ્રાહકોનું સોશિયલ ડિસ્ટન્સ નહિ લખાવી જાહેરનામાનો ભંગ કરતાં કલમ 188 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર દેડીયાપાડા બજારો ખુલતા વિવિધ દુકાનોમાં ચીજવસ્તુઓ ખરીદવા લોકો ઉમટી પડે છે પણ દુકાનોમાં વેપારીઓ પણ ગ્રાહકો માટે માત્ર વગરના લોકોને પણ ચીજ વસ્તુઓ આપે છે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવતું નથી વેપારીઓ પણ કોરોના વાયરસ મહામારીને લઈને ગંભીર જણાતા નથી અને દુકાનદારોએ ગ્રાહકોના ટોળા જોવા મળે છે.
માસ્ક વગરના અસંખ્ય લોકો બજારમાં ખુલ્લેઆમ ફરતા નજરે પડે છે ટુવીલર પર બે લોકો બેસતા નજરે પડે છે બેન્ક પર પણ ગ્રાહકોની બેંકોની બહાર લાંબી લાંબી લાઈનો જોવા મળે છે. લોકડાઉન સખત કરવાની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here