દેડીયાપાડાના કાબરીપઠાર ગામે મકાન સળગાવી 1.50 લાખનું નુકશાન કરનાર સામે ફરિયાદ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના દેડીયાપાડાના કાબરીપઠાર ગામમાં એકજ ફળીયામાં રહેતા એક વ્યક્તિએ બીજ વ્યક્તિના ઘરને આગચાંપી કરી લાખોનું નુકસાન કર્યાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડાના કાબરીપઠાર ગામના પંચાયત ફળીયામાં રહેતા મગનભાઇ દેવજીભાઇ વસાવા આપેલી ફરિયાદ મુજબ ફળિયાના ભરતભાઇ મગનભાઇ વસાવાએ તેમનું ધર નાશ કરવાના ઇરાદે સળગાવી દેતા તેમના ઘરની તમામ ઘરવખરી મળી આશરે રૂ.૧,૫૦,૦૦૦/- નુકશાન કર્યું હતું. પોલીસે મગન ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here