દેડિયાપાડા તાલુકાના ગીચડ ગામમાં આગમાં 9 ઘરો ખાખ થઇ જતા અસરગ્રસ્તોની મદદ માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના આગેવાનો પહોચ્યા…

દેડીયાપાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

બેઘર બનેલા દરેક કુટુંબને અનાજની કીટ,વાસણો,સાડી સાથે 1000/- રૂપિયા રોકડા વિતરણ કરાયા….

દેડીયાપાડાના વેપારીઓ આ અસરગ્રસ્તોની મદદે આવ્યા

ગઈકાલે દેડીયાપાડા તાલુકાના ગીચડ ગામમાં ભર બપોરે પટેલ ફળિયામાં શોર્ટ સર્કિટથી ફાટી નીકળેલી ભીષણ આગમાં 9 ઘરો ખાખ થઇ ગયા હતા. જેમાં ઘરવખરી સહિત કોરોના સહાયમાં મળેલું અનાજ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું તેમજ ખીલે બંધાયેલી બે બકરીઓ તેમજ બે સ્કુટી વાહનો બળીને ખાખ થઈ ગયા હતા એટલું જ નહીં લગ્ન માટે તિજોરીમાં રાખેલા જણાસો રોકડ રકમ મહત્વના દસ્તાવેજો બળી જતા કુલ મળીને 30 લાખ 80 હજાર નું નુકસાન થયું હતું જેમાં 1)છત્રસિંહ ખાલપા વસાવા, 2)ભંગીયા છત્રસિંહ વસાવા, 3)અમરસિંહ છત્રસિંહ વસાવા 4) રાયસીંગ છત્રસિંહ વસાવા, 5)મણિલાલ ખાલપા વસાવા, 6) અમરસિંગ દમણીયા વસાવા, 7) ધનજીભાઈ દમણીયાભાઈ વસાવા, 8) પુનુબેન ધનજીભાઈ વસાવા, 9) સુરેશ બીજાભાઈ વસાવા (રહે,ગીચડ) ના ઘરો બળી જતા આ તમામ કોરોના સંકટ મા 9 પરિવારો બેઘર બન્યા હતા.આ બેઘર પરિવારોને મદદતે આજે અસરગ્રસ્તોની મદદ માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના આગેવાનો પહોંચ્યા હતા. અને પરિવારનો ખાખ થઈ ગયેલા કરો નુકસાનીનો તાગ મેળવી અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત કરી તેમની ખબરઅંતર પૂછી સાંત્વના પાઠવી હતી. બેઘર બનેલા દરેક કુટુંબને અનાજની કીટ વાસણો સાડી સાથે એક હજાર રૂપિયા રોકડ રકમનું વિતરણ કરાયું હતું.આ પ્રસંગે જિલ્લા સાંસદ મનસુખ વસાવા,ઉપરાંત વનમંત્રી મનસુખ વસાવા, પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઇ વસાવા, રમેશભાઈ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કોરોના સંકટમાં બેઘર બનેલા પરિવારને સરકાર તરફથી નિયમનુસાર સહાય આપવા અંગે પણ બાહેધરી આપી હતી.

એ ઉપરાંત આજરોજ ડેડીયાપાડા તાલુકાના ગીચડ ગામે નવ જેટલા ઘરો સળગી જતા બેઘર બનેલા પરિવારની મદદે જુદા જુદા લોકો આગળ આવ્યા હતા જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના કાર્યકરોએ મદદરૂપ થયા પછી દેડિયાપાડાના વેપારીઓ આ ગરીબ પરિવારની મદદે આવ્યા હતા જેમાં ડેડીયાપાડા ના મુખ્ય દાતા મહેશભાઈ અંબાલાલ પટેલ રામ કિશોર પટેલ બીજી શાહ દિપક અગ્રવાલ દિનેશ દિલ આ તમામ લોકોએ ભેગા થઈને સંપૂર્ણ ઘરવખરીનો સામાન આપ્યો હતો જેમાં એક કુટુંબ દીઠ તિજોરી, વ્યક્તિ દીઠ પલંગ વ્યક્તિદીઠ ખુર શી કપડાની બેગ, પાણી ભરવાનું બેરલ , ગોદડા રજાઈ, ધાબળા , અનાજ ની કીટ મરચા મસાલા ભરવાની બરણી નો રૂમાલ રસોડાના વાસણો સહિતની ઘર વપરાશની સંપૂર્ણ સાધનો આજે આ પરિવારોને આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here