દેડિયાપાડાના સાકવા ગામના જંગલમાં ઝાડ કાપવા જનાર ત્રણ ઈસમો દ્વારા ઇન્ચા. ફોરેસ્ટર મહિલા બીટગાર્ડને જાનથી મારી નાખવાની ધમકી…

દેડીયાપાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

ઇન્ચા. ફોરેસ્ટર મહિલા બીટગાર્ડ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરજમાં રૂકાવટ કરવા બદલ ત્રણેય ઇસમો સામે દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ

દેડિયાપાડાના સાકવા ગામના જંગલમાં ઝાડ કાપવા જનાર ત્રણ ઈસમોને અટકાવતા ઇન્ચા. ફોરેસ્ટર મહિલા બીટગાર્ડ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરજમાં રૂકાવટ કરવા બદલ ત્રણેય ઇસમો સામે દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ કરી છે
જેમાં નર્મદાના દેડીયાપાડા તાલુકાના સાકવા ગામના જંગલમાં રાઉન્ડમાં નીકળેલા ઇન્ચા. ફોરેસ્ટર મહિલા બીટગાર્ડ અને અન્ય રોજમદારો રાઉન્ડમાં હતા, ત્યારે કેટલાક વ્યક્તિઓ હાથમાં કુહાડી લઈ આવેલા અને તેઓ ઝાડ કાપવા જતા હોવાનું જણાઇ આવતાં ઇન્ચાર્જ ફોરેસ્ટ અમરસિંહભાઈ નાનુભાઈ વસાવાએ તેમને અટકાવી જંગલોમાંથી ઝાડના કાપવાનું જણાવેલ છતાં પણ ઝાડ કાપવા જતા ત્રણ પૈકી સુરજી રાયસીંગભાઈ વસાવા,રાજેશ મોહનભાઈ વસાવા તથા નરેશ ગંભીરભાઈ વસાવા તમામ (રહે, શાકવા) એ વનવિભાગના ઇન્ચાર્જ ફોરેસ્ટર મહિલા બીટગાર્ડ અને અન્ય બે મજૂર રોજમદારો સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બાબતે ઇન્ચાર્જ ફોરેસ્ટર અમરસિંહભાઈ વસાવાએ ત્રણે વિરુદ્ધ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here