દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રીને સીઓએસ મંજુર કરવા બાબતે વધુ એક પત્ર લખ્યો…

દેડીયાપાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

દેડિયાપાડા મત વિધાનસભા મત વિસ્તારમાં આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દક્ષિણ ભારતના ટ્રાફિકને જોડતો પેરેલલ રસ્તો તૂટી ગયેલ હોવાથી ચોમાસા પહેલા આ કામને મંજુરી ની લેખિત માંગ કરી.

દેડિયાપાડા મત વિધાનસભા મતવિસ્તારમાં આવતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દક્ષિણ ભારતના ટ્રાફિકને જોડતો પેરેલલ રસ્તો તૂટી ગયેલ હોવાથી ચોમાસા પહેલા આ કામને રસ્તો બનાવવા માટે મંજૂરી માટે લેખિત રજૂઆત દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સીઓ એસ મંજુર કરવા બાબતે વધુ એક પત્ર લખ્યો છે તેમાં જણાવ્યું છે કે આ કામ મારા દેડીયાપાડા મત વિધાનસભા મત વિસ્તારને લગતું છે આ કામનો રસ્તો અઢાર મહિના પહેલાં તૈયાર થયો હતો. ચોમાસામાં ભારે વરસાદને કારણે રસ્તો તૂટી જવાને કારણે આ રસ્તાનું અસ્તિત્વ રહ્યું નથી.
આ રસ્તો નાગપુર થી દહેજ માટેનો મુખ્ય રસ્તો હોવાથી વિશાળ ટ્રાફિકવાળા મલ્ટી એક્સેસ વાહનોનો ઉપયોગ થાય છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દક્ષિણ ભારતના ટ્રાફિક ને જોડતો હોવાને કારણે પેરેલલ રસ્તાનો ટ્રાફિક પણ મુખ્ય માર્ગ માંથી પસાર થાય છે. જો કારણે રસ્તો તૂટી ગયેલ છે એનો અને તેનું અસ્તિત્વ ખોવાઈ ગયું છે.
આ રસ્તા પર જે કામ મંજૂર થયેલ છે તેના અંદાજ મુજબ કામ કરવું શક્ય નથી. જેની મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ ઝોન વી સેક્શન ટ્રાન્સપોર્ટ પાર્લામેન્ટ સ્ટ્રીટ નવી દિલ્હીથી ડિપાર્ટમેન્ટમાં મુખ્ય ઇજનેર નેશનલ હાઇવેઝ ગાંધીનગર તરફથી સીઓએસની દરખાસ્ત રજુ કરેલ છે. આ રસ્તા પરથી પીઆરનું કામ શરૂ થયું છે તો ચોમાસું શરૂ થતું હોવાથી આ કામને વહેલી તકે મંજૂરી આપવા ભલામણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here