દેડિયાપાડાનાં ભારતયાત્રા કેન્દ્ર ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વ.ચંદ્રશેખર નો 93 મો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવાયો…

દેડિયાપાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

દેડિયાપાડા ખાતે લોકડાઉનને ધ્યાનમાં રાખી ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ કરાયું

ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. ચંદ્રશેખર નો 93 મો જન્મદિવસ ભારતયાત્રા કેન્દ્ર ખાતે સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો. લોકડાઉનના નિયમોના પાલન સાથે દેડીયાપાડાનાં જરૂરિયાત મંદોને અનાજની કીટનું વિતરણ કરીને જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
ભારત સહિત સમગ્ર દેશમાં સ્વ. ચંદ્રશેખરનાં જન્મ દિવસની ધામધૂમથું ઉજવણી થાય છે ત્યારે બીજી તરફ દેડિયાપાડા ખાતે તેમની સંસ્થા ભારતયાત્રા ખાતે પણ તેમનાં જન્મ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વિશ્વમાં કોરોનાનાં કહેર વચ્ચે લોકડાઉનના કારણે સમગ્ર ભારતમાં વિકટ પરિસ્થિતિ ઊભી થવા પામી છે જેના પગલે આ વર્ષે માત્ર સેવાકાર્ય કરીને જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરી ઉજવણી કરાઇ હતી.
ભારત યાત્રા કેન્દ્રના જનરલ સેક્રેટરી કે મોહન આર્યના જણાવ્યા અનુસાર અમે લોકડાઉનના નિયમોનું પાલન કરીને દેડિયાપાડા ખાતે આવેલ સ્વ. ચંદ્રશેખર સંસ્થા રથયાત્રા કેન્દ્રના ઘર અને કાર્યાલય ખાતે તેમના જન્મદિવસ માત્ર પ્રતિમાને ફુલહાર કરી પુષ્પાંજલિ કરી અને તે બાદ ગરીબ લોકોને અનાજ કીટ બનાવીને તેમના જન્મદિવસે સેવા દિવસ મનાવ્યો હતો. જેમાં 2 કિલો ચોખા, 2 કિલો ઘઉં, 1 કિલો ખાંડ, 1 કિલો દાળ, 250 ગ્રામ ચા,તેલ,મરચું,ખાંડ, હળદર અને એક એક નહાવાના ધોવાના સાબુની કીટની જરૂરીયાત મંદોને વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here