દુ:ખી જીવોના આંશુ પોતાની આંખે વહાવનાર માનવતાના યોધ્ધા એવા જૈન યુવા રત્ન નીરવભાઈ શાહને જન્મ દિવસની ખુબ-ખુબ શુભકામનાઓ…

સુરત,

પ્રતિનિધિ : દિપ મહેતા

ભૂતકાળમાં અનેક સારા-નરસા બનાવો બન્યા, આંદોલનો થયા,વિપ્લવો થયા,ભૂકંપો આવ્યા,વાવાઝોડા ફૂંકાયા ,નદી નાળા ઉભરાયા, છુટા-છવાયા કે પછી સમૂહમાં મહાકાય યુધ્ધો થયા…આવા અનેક કિસ્સા-કહાનીઓમાં જે તે સમયે નાના મોટા ઈતિહાસ લેખાયા હશે…!! અને એ ઈતિહાસોમાં અનેક દાનવીરોનીએ પોતાના ખજાનાઓ લોકો માટે ખુલ્લા મૂકી દીધા હશે…!!! પણ એ તમામ બાબતો જે તે વિસ્તાર કે પછી સીમાડા પુરતી સીમિત લેખાઈ હશે…!! પરંતુ આજે સમસ્ત વિશ્વમાં કોરોના નામક જે માનવભક્ષી કહેર પ્રસરાય રહ્યો છે, અને દિનપ્રતિદિન કોરોનાનો વધતો સંક્રમણ દેશ,સીમા,જાતી, ધર્મ અને ઊંચ-નીંચ જોયા વગર માત્ર માનવ જીવન પર આક્રમણ કરી રહ્યો છે. આ અદ્રશ્ય દુશ્મનને નાથવ માટે વિશ્વના કોઈ પણ ધર્મગુરુ,સુફી,સંત-મહંત,રેસ્નાલીસ્ટ તેમજ વૈજ્ઞાનિકો નિરાધારની જેમ હાથ પર હાથ મૂકી બેઠા છે અને હદ તો એ કહી શકાય કે એક માનવીથી બીજા માનવીને દુર રહેવા છેલ્લીકક્ષાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે…તેમછતાં આવા કપરા સમયમાં અનેક માનવતાના યોધ્ધાઓ દુ:ખી જીવોના આંશુ પોતાની આંખે નિસ્વાર્થભાવે વહાવી રહ્યા છે. જેથી આજે જે ઈતિહાસ લેખાઈ રહ્યો હશે એ સમગ્ર વિશ્વનાં ખૂણે-ખૂણેમાં છુપાયેલી કલમો થકી એક જેવો જ …એકી સાથે અને એક જ વિષય પર લેખાય રહ્યો હશે…!!

સુવર્ણ અક્ષરે લેખાય રહેલા આ ઈતિહાસમાં અમારા પ્રેરણાસ્ત્રોત જૈન યુવા રત્ન એવા સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરશ્રી નીરવભાઈ શાહનું નામ મોખરે રહેશે, કારણ કે અત્યારે જો નીરવભાઈના સેવાકાર્યો વિશે લખવાનો મક્કમ પ્રયાસ કરીએ તો કદાચ શબ્દોની ઉણપ ઉભી થઈ જાય પરંતુ તેઓના રચનાત્મક કાર્યોની ગાથા પૂરી નહિ થાય….!! માટે જ આજના આ શુભ પ્રસંગે સુરત શહેરના જીવદયા પ્રેમી, જૈન સમાજના દરેક કાર્યમાં તત્પર રહેનાર, યુવા નેતા, સમાજ તથા રાષ્ટ્રના સુકૃત કાર્ય કરનાર જૈન યુવા રત્ન એવા સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયરશ્રી નીરવભાઈ શાહને જિંદગી જીવદયા અભિયાનના પ્રમુખ દિપભાઇ મહેતા તરફથી જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here