દામાવાવ પોલીસની આવકાર દાયક કામગીરી : પોલીસ કડકાઈ પણ કરે છે અને માનવતા દાખવી જરૂરતમંદોની વ્હારે પણ આવે છે….

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

દામાવાવ પોલીસ દ્વારા લોકોને લોકડાઉનનો અમલ કરવા તથા ઘરમાં રહો સુરક્ષિત રહોની સાથે સાથે આશરે 200 જેટલી જીવન જરૂરિયાતની કીટનું વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડેલ છે…


વિશ્વના ૧૮૪ દેશોમાં પોતાના પ્રકોપનો તાપ પ્રશવનાર કોરોના વાયરસે ભારતમાં પણ સંક્રમણની ગતિ વધારી છે રોજે-રોજ આથમતા સુરજની સાથે કોરોના સંક્રમીતોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાનાં વધતા સંક્રમણને અટકાવવા સરકારે પ્રથમ ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું ત્યાર બાદ હાલ બીજા તબક્કામાં 3જી મેં સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે તેમછતાં અમુક અબુધ્ધ લોકો આજે પણ લોકડાઉનનું ઉલંઘન કરી બિન્દાસ રીતે રખડતા જોવા મળે છે માટે કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકારે પણ લોકોને લોકડાઉનની સખત અમલવારી કરવા સૂચના કરેલ છે અને સાથે સાથે દામાવાવ પોલીસ દ્રારા આશરે 100 જેટલા વાહનો ડિટેઇન કરી દંડ વસુલવામાં આવેલ છે…આ સાથે સાથે જાહેરનામા ભંગના પણ કેસો (21 કેસો)કરી લોકોને ઘરમાં રહી સુરક્ષિત રહેવા સૂચના કરવામાં આવેલ છે…
લોકડાઉન દરમિયાન દામાવાવ પોલિસ પરિવાર દ્રારા ગરીબ,નિરાધાર,વિધવા બહેનો તથા પરપ્રાતીય લોકો કે જે રોજની મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા હોય તેવા જરૂરીયાત મંદ 200 જેટલા પરિવારોને કીટનું વિતરણ કરી સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.આમ પોલીસે કડક બનવાની સાથે સાથે માયાળુ બની લોકસેવાનું પણ કાર્ય કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here