ત્રીજા લોક ડાઉનમાં નર્મદા જિલ્લામાં વાળંદની દુકાનો ખુલતા વાળ કપાવવા લોકો ઉમટ્યા…

સેલંબા,(નર્મદા)

પ્રતિનિધિ :- મનોજ પારેખ

ગરમીમાં લાંબા થઈ ગયેલા વાળ પરસેવે રેબઝેબ થઇ જતાં વધુ ગરમી લાગે છે

ત્રીજા લોકડાઉનમાં નર્મદા જિલ્લામાં વાળંદની દુકાન ખોલવાની પરવાનગી મળતા 40 દિવસ પછી વાળની દુકાનના શટર ખુલ્યા હતા, લોકોના વાળ કાપવા અસ્ત્રો સરંજામ સાથે વાળંદે પોતાની દુકાનો ખોલી હતી નર્મદા ઓરેન્જ ઝોનમાં હોવાથી ત્રીજા લોકડાઉનમાં વાળને દુકાનો ખોલવામાં આવી હતી. વાળ કાપવા ગ્રાહકો ઉમટ્યા હતા, છતાં કેટલાક લોકો હજી પણ વાળંદની દુકાનોમાં કોરોના સંક્રમણના ઘરેથી હેર સલૂનમાં જતા કરતા હતા, સવા મહિના પછી વાળને દુકાનોમાં ગયેલા એક ગ્રાહકે જણાવ્યું હતું કે, સાહેબ, 40 દિવસમાં અમારા વાળ લાંબા થઈ ગયા છે દાઢી વધી ગઈ છે વાળ સફેદ થઈ જતા ડાઇ કરાવવાને મહિના ઉપર થઈ ગયો છે. ગરમી માં લાંબા થઈ ગયેલા વાળ પરસેવો ખૂબ થાય છે ત્યારે વાળ કપાવવાના થઈ જતાં આજે દુકાનો ખોલતાં હું મારા વાળ કપાવવા આવ્યો છું જો કે દુકાનોમાં સોસીયલ ડિસ્ટન્સ જાળવવા માટે અને વાળ કાપવાના દાઢી ના સાધનો સેનિટાઇઝડ કરવાનો ગ્રાહકોએ આગ્રહ રખાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here