ત્રીજા તબક્કાના લોકડાઉનમાં રાજ્ય સરકાર દ્વાર ઝોન મુજબ થોડી છૂટછાટ અપાઈ…

ગોધરા,

કલમ કી સરકાર : સાજીદ શેખ

રેડ, ઓરેન્જ અને ગ્રીન ત્રણમાંથી એક પણ ઝોનમાં હજુ બે અઠવાડિયા સુધી પાન-મસાલાના ગલ્લા અને લિકર શોપ શરૂ કરી શકાશે નહીં..

સાંજના સાતથી સવારના સાત સુધી કોઈ બહાર ફરી શકશે નહિ..

રેડ ઝોનમાં છૂટછાટ :-

રેડ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં માત્ર જીવન જરૂરી અને આવશ્યક ચીજ વસ્તુઓનું (દૂધ, કરિયાણા, દવા, શાકભાજી અને ફ્રૂટ) વેચાણ થઈ શકશે અન્ય કોઈ જ ઓફીસ કે દુકાને શરૂ કરી શકાશે નહીં.(ગાંધીનગર, ભાવનગર, વડોદરા, સુરત, અમદાવાદ અને રાજકોટ) રાજકોટ ઓરેન્જ ઝોન હોવા છતાં તકેદારીના કારણોસર ત્યાં રેડ ઝોન મુજબના નિયમોનું પાલન કરશે.

ઓરેન્જ ઝોનમાં છૂટછાટ :-

ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં હેર કટિંગ સલૂન, ચા ની દુકાન, બ્યુટી પાર્લર અને ટેક્સી અને કેબ ફેસીલીટી શરૂ કરી શકાશે.. કેબમાં એક ડ્રાઇવર અને બે મુસાફર(૧+૨) જ બેસી શકશે.

ગ્રીન ઝોનમાં છૂટછાટ :-

ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, ચા ની દુકાન અને ટેક્સી – કેબ ફેસીલીટી શરૂ કરી શકાશે.. કેબમાં એક ડ્રાઇવર અને બે મુસાફર (૧+૨) જ બેસી શકશે. તે ઉપરાંત વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે એસટી બસ સેવા શરૂ કરી શકાશે. (૩૦ થી વધુ મુસાફર હશે તો ડ્રાઈવર કંડકટર સામે ગુનો દાખલ કરાશે)

• રાજ્યના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર અને રાજકોટ માં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, દવા સિવાયની દુકાનો માટે કોઇ વધારાની છૂટછાટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
• રાજ્યની ૬ નગરપાલિકા વિસ્તારો બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ આ ૬ નગરપાલિકાઓમાં પણ કોઇ જ વધારાની છૂટછાટો આપવામાં આવી નથી
• રાજ્યના જુનાગઢ અને જામનગર મહાનગર અને ૧૫૬ નગરપાલિકાઓમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કના ફરજિયાત ઉપયોગ સહિતના નિયમો સાથે ઉદ્યોગો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે.
• સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો અને લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં
• સમગ્ર રાજ્યમાં સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી દરેક નાગરિકોએ ઘરની બહાર નીકળી શકાશે નહીં
• મુસ્લિમ ભાઇ-બહેનો રમજાન માસની ઉજવણીમાં ઇબાદત અને બંદગી ઘરમાં જ રહીને કરે
• ભરેલા કે ખાલી માલવાહક વાહનોને સમગ્ર રાજ્યમાં વગર રોકટોકે અવરજવરની છૂટ આપવામાં આવી છે
• ઓરેન્જ અને ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન – ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે
• ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં કેબ અને ટેક્સી સેવાઓ ડ્રાયવર વત્તા બે મુસાફરો સાથે ચાલુ કરી શકાશે.
• ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં એસ.ટી.ની બસો વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ચાલુ થઇ શકશે તેમજ ગ્રીન ઝોન વિસ્તારો પૂરતા આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે.
• અગાઉના લોકડાઉનના સમય દરમિયાન આવશ્યક સેવાઓ અને ચીજ વસ્તુઓના વેચાણકારોને આપવામાં આવેલા પાસ ફરીથી રીન્યુ કરાવવાના રહેશે નહીં. તેની મુદતમાં હાલના લોકડાઉનના સમયનો વધારો આપોઆપ કરી દેવામાં આવશે
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here