ત્રણ વર્ષના પુત્રને કાલોલમાં મૂકીને કોરોના સામેના જંગમાં વડોદરા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી કાલોલની કોરોના વોરિયર્સ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે કોરોના સામે માનવજાતને બચાવવા માટે જંગ લડતા કોરોના વોરિયર્સની જીવના જોખમ જેવી ફરજનિષ્ઠા સરાહનીય બની રહે છે. જે મુજબ કાલોલ શહેરના રાજપુત ફળિયાની ત્રીસ વર્ષિય પારૂલબેન રવિરાજસિંહ ઠાકોર પણ વડોદરા સ્થિત સયાજી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હોય તેઓ પાછલા ત્રણ મહિનાથી વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાતમાં સતત વધતા જતા કોરોના વાયરસના પોઝીટીવ કેસોને પગલે વડોદરા ખાતે કોરોના બેઝ બનેલી સિવિલ હોસ્પિટલમાં ફ્રન્ટ લાઈનના ડોક્ટરો અને નર્સોના સ્ટાફ તેમની ફરજ બજાવી સતત લડત આપી રહ્યા છે. જે અંતર્ગત કાલોલની પારૂલ ઠાકોર પણ પાછલા ત્રણ મહિનાથી પોતાના ત્રણ વર્ષના પુત્રને કાલોલ સ્થિત તેમના ઘરમાં સાસુ સસરા પાસે છોડીને હોસ્પિટલમાં ફરજ બજાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલના સ્ટાફ રુલ્સ અનુસાર પારુલ ઠાકોર અત્યારે કોવિડ ૧૯ના સૌથી અસરગ્રસ્ત એવા આઈસોલેશન વોર્ડમાં સતત આઠ કલાક સુધી પીપીઈ કીટ પહેરીને પોઝીટીવ દર્દીઓની સેવા કરે છે. જે અંગે સિવિલ હોસ્પિટલના રુલ્સ અને પીપીઈ કીટને એકવાર પહેર્યા પછી દર્દીના વાયરસનો ચેપ લાગી શકે એ મોટું જોખમ હોવાથી એકવાર પીપીઈ કીટ પહેર્યા પછી સાવધાની પૂર્વક એક જ વાર ઉતારી શકાય તેમ હોવાથી તેમની શીપ દરમિયાન સતત આઠ-દશ કલાક સુધી ખાધા-પીધા વિના પીપીઈ કીટ સાથે ખડેપગે સેવા આપવી પડે છે. તદ્ઉપરાંત પીપીઈ કીટમાં ગરમી, શોષ અને ગભરામણ થતું હોવા છતાં આ વોરિયર્સ પોતાની જાતની પરવા કર્યા વિના સેવા આપી રહ્યા છે. તદ્ઉપરાંત શીપ પુર્ણ થયા પછી પણ સિવિલ હોસ્પિટલની સ્ટાફ હોસ્ટેલમાં આરક્ષિત રીતે આઈશોલેશન હેઠળ રહેવું પડે છે. જે અંતર્ગત હોસ્ટેલના સમય દરમિયાન વિડિયોકોલના માધ્યમ દ્વારા પોતાના પુત્ર અને પરિવાર સાથે વાર્તાલાપ કરી પોતાના પરિવારના સંપર્કમાં રહે છે. આમ પોતાના ત્રણ વર્ષના પુત્ર અને પરિવાર છોડીને કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી પારુલબેન ઠાકોરની ફરજ નિષ્ઠા માટે કાલોલમાં તેમનો પરિવાર અને સમગ્ર રાજપૂત સમાજ ગૌરવ અનુભવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here