તિલકવાડા પંથકમાં વિજડીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું આગમન થતા ગરમીમાં રાહત…

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

સમસ્ત વિશ્વ સહીત ભારત દેશમાં પણ કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે, રોજે-રોજ કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણની ખબરોથી ચિંતિત તિલકવાડાના ગ્રામજનો ઉનાળાની ગરમીનો સામનો કરી રહ્યા હતા. એક તરફ કોરોનાની દહેશત અને બીજી બાજુ સુરજ દાદાના ઘુસ્સાથી પીડાતા લોકોના હાલ બેહાલ થઇ ગયા હતા ત્યારે આજ રોજ વરસાદનું આગમન થતા તિલકવાડાં પંથકની જનતાએ ગરમીથી થોડી રાહતનો અનુભવ કર્યો છે.

વરસાદે આગમન કરતા ચોમાસાની વિધિવત શરૂઆત થઈ હતી વાતાવરણમાં પલટો આવી પવન અને વિજડીના કળાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને અચાનક વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું.
કોરોનાની મહામારીને નિયંત્રણમાં રાખવા દેશમાં તબક્કાવાર એક પછી એક ચાર ચરણમાં લોકડાઉનનો અમલ થયો બાદમાં શરતોને આધીન અનલોક-૦૧ દરમિયાન મોટી છૂટછાટો મળતા બજારોમાં ગ્રાહકીનો માહોલ જોવા મળ્યો હતો એવામાં પંથકમાં ચોમાસાની શરૂઆત થતા ગ્રામજનોએ ઉકળાટથી કઈક અંશે રાહતનો અનુભવ કર્યો છે ચોમાસાના આગમન ટાણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતા ખેતરોમાં હવે ખેતી કામનો સંચાર શરૂ થવાના સંકેત દેખાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here