તિલકવાડા નજીક આવેલા મણિનાગેશ્વર મંદિર પાસેથી રેસ્ક્યુ ટિમે 13 ફૂટ લાંબો મગર ઝડપી પાડ્યો…

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

આજે સવારે તિલકવાડાં ગામ નજીક નર્મદા નદી કિનારે આવેલા મણિનાગેશ્વર મંદિર પાસેથી તિલકવાડાં લોકલ રેસ્ક્યુ ટિમ દ્વારા 13 ફૂટ લાંબો મગર ઝડપી પાડવામાં આવતા સમગ્ર પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
મળતી વિગતો મુજબ આજ રોજ સવારે પરેસ ભાઈ માછી અને અક્ષયભાઈ તડવી તિલકવાડાંના મણિનાગેશ્વર મંદિર પાસે નર્મદા નદી કિનારે ન્હાવા માટે ગયા હતા ત્યાં નદીમાંથી બહાર નીકળીને મણિનાગેશ્વર મંદિર નજીક મગર આવી પહોંચતા તેમણે એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવીને તિલકવાડાં લોકલ રેસ્ક્યુ ટીમના નીરવ તડવીને જાણ કરી હતી. નીરવ તડવી તાત્કાલિક સ્થળ પર પહોંચીને મગરને રેસ્ક્યુ કરીને ઝડપી પડ્યો હતો અને તિલકવાડાં ફોરેસ્ટ ખાતાના હરપાલ સિંહ ગોહિલ અને કેવડયા આર.એફ.ઓ વિક્રમ સિંહ ગભાન્યાને જાણ કરી હતી, તિલકવાડાં ફોરેસ્ટ વિભાગમાં જાણ થતા તિલકવાડાં ફોરેસ્ટ વિભાગના હરપાલ સિંહ ગોહિલ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયા હતા અને 13 ફૂટ ના મહાકાય મગરને રેસ્ક્યુ કરીને કેવડયા કોલીની ખાતે ક્રોકોડાયલ રેસ્ક્યુ સેન્ટર પર મોકલી આપવામાં આવ્યો હતો.
હાલ તિલકવાડા નદીમાં 40 થી વાધુ મગગર વસવાટ કરે છે અને અવાર નવાર મગર દેખાય દે છે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઇ પગલાં લેવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here