તિલકવાડા તાલુકામાં મનરેગા તથા ગ્રામ પંચાયતમાં થતા કામોનું ઇ-ટેન્ડર કામની ઓનલાઈન પદ્ધતિ અટકાવવા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

નર્મદા જિલ્લામાં મનરેગા દ્વારા થતા વિકાસ કામોનું ઇ-ટેન્ડર ઓનલાઈન પદ્ધતિ તાત્કાલિક ધોરણે અટકાવવા બાબતે તિલકવાડાં તાલુકાના 42 ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા તિલકવાડાં તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું.

આવેદનમાં જણાવ્યા મુજબ નર્મદા જીલ્લાના તમામ સરપંચો દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ જેમાં એ.ટી.વી.ટી., ગુજરાત પેર્ટન, ૧૫% ધારા સભ્ય ગ્રાન્ટ, સાંસદ સભ્ય ગ્રાન્ટ જેવી તમામ પ્રકારની યોજનાઓ દ્વારા પાંચ લાખથી નીચેના કામો ગ્રામ પંચાયતોના નેજા હેઠળ તેમજ સરપંચોની આગેવાનીમાં પાંચ લાખથી નીચેના વિકાસના કામો થતા હોય છે. તેવાજ વિકાસના કામો જે મનરેગા શાખા જીલ્લા પંચાયત નર્મદા દ્વારા ઇ-ટેન્ડરીંગ તા.૧૮/૬/૨૦૨૦ ના રોજથી પ્રારંભ કરવામાં આવી રહ્યું છે. તે નર્મદા જીલ્લાની તમામ ગ્રામ પંચાયતોને અન્યાય થઇ રહ્યો છે. તેથી જીલ્લાના તમામ સરપંચો એ વિરોધ કરી ઇ-ટેન્ડરીંગ પધ્ધતિ તાત્કાલીક ધોરણે રદ કરવા માં આવે એવી માંગ કરી છે જેને ધ્યાન માં રાખીને તિલકવાડાં તાલુકાના 42 ગ્રામ પંચાયત ના સરપંચો દ્વારા તિલકવાડાં તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here