તિલકવાડા તાલુકાના દેવલીયા ચોકડી પાસે વિમલ, ગુટકા, તમાકુના પેકેટનું નેનો ગાડીમાં વેચાણ કરવા જતા ત્રણ ઈસમો ઝડપાયા…

તિલકવાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

જાહેરનામા ભંગ કરી દેવલીયા ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપાઇ જતા કાર્યવાહી.

તિલકવાડા તાલુકાના દેવલીયા ચોકડી પાસે વિમલ, ગુટકા, તમાકુના પેકેટનું નેનો ગાડીમાં વેચાણ કરવા જતા ત્રણ ઈસમો ઝડપાઈ ગયા હતા. જેમાં જાહેરનામા ભંગ કરી દેવલીયા ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપાઇ જતા ત્રણેય ઇસમો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તિલકવાડા પોલીસ મથકે ફરિયાદી એ એસ વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તિલકવાડા એ આરોપી ઇમરાનશા હબીબશા ફકીર, શાહિદખા શરીફખા મલૈક, તોસિફ અહેમદ બશીર અહેમદ દાયમા ત્રણે (રહે સાવલી )સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપીઓએ ઇમરાનશા, સહીદ ખા ફોરવિલ ગાડી નંબર જીજે 06 બીજી 8157 માં વિમલ, ગુટકા, તમાકુ ના પેકેટ 50 50 ના કુલ કિંમત રૂ 7500/- તેમજ નેનો ગાડી ની કિંમત રૂ.50000/- ફૂલ રૂ.57500/- મુદ્દામાલ રાખી વિમલ ગુટકા, તમાકુ ના પેકેટ સાવલી ગામમાં રહેતા તોસીફ અહેમદ પાસેથી લઈ વેચાણ કરવાના ઈરાદે લઈ જતા જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં દેવલીયા ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન આરોપીઓ ઝડપાઇ જતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here