તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતની અરજી છોટાઉદેપુર જીલ્લાના નાગરિકો ઘરે બેઠા ઓનલાઈન કરી શકશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ થકી ગુજરાત સરકારનું ડીજીટલ ક્રાંતિ તરફ વધુ એક નક્કર પગલું

માન. મુખ્યમંત્રીશ્રીનાં જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત કે જે તા.૨૪/૦૪/૨૦૦૩ થી થયેલ હતી તેને એપ્રિલ-૨૦૨૩ માં ૨૦ વર્ષ પૂર્ણ થયેલ છે. સરકારશ્રીનાં લોકાભિમુખ વહીવટની આ બાબતથી નાગરિકો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે ઉદ્દેશથી આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નાગરિકો ઘેર બેઠા ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાની રજૂઆતો/ ફરિયાદો/ પ્રશ્નોને તાલુકા અને જિલ્લા સ્વાગતમાં રજૂ કરી શકે તે માટે સરકારશ્રી દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંપૂર્ણ ઓનલાઈન કરવામાં આવેલ છે તાલુકા સ્વાગતમાં નાગરિકોએ પોતાની રજૂઆતો પુરતી માહિતી અને પુરાવા સાથેની અરજી જે -તે મહિનાની ૦૧ થી ૧૦ तारी सुधीभां खोनार्धन रवी. आा भाटे https://swagat. Gujarat.gov.in/Citizen Entry.aspx? ५२ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આપની રજૂઆતનું જરૂરી નિરાકરણ અને તેનો ઉત્તર આપને પોર્ટલ પર તેમજ પત્ર દ્વારા જાણવવામાં આવશે. ત્યારબાદ અરજદારની મળેલી અરજી સંદર્ભે તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમની જાણ તાલુકા મામલતદાર દ્વારા આપને કરવામાં આવશે. જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પણ જે તે મહિનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. તાલુકા સ્વાગતમાં જે અરજીઓનો નિકાલ ન થયો હોય તેવી અરજીને જિલ્લા સ્વાગતમાં રજૂ કરવાની રહેશે. આ માટે એક અરજીમાં એક જ વિષયને લગતી અરજી કરી શકાશે. જિલ્લા કલેકટર કચેરી કક્ષાએથી જરૂરી જવાબ ઓનલાઈન અપલોડ કરવામાં આવશે તેમજ અરજદારને પત્ર દ્વારા જાણ કરવામાં આવશે. આ ઉપરાંત જયારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાનારો હોઈ કલેકટર કચેરીમાંથી અરજદારને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે જાણ કરવામાં આવશે. આ ઓનલાઈન પ્રક્રિયા પણ અગાઉના સ્વાગત કાર્યક્રમની માફક રાબેતા મુજબ થશે અને આગાઉ કરવામાં આવેલી અન્ય જોગવાઈ તથા કાર્યરીતી યથાવત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here