ડેડીયાપાડા ખાતે જાહેરનામાનો ભંગ કરનાર ૧૧ જેટલા દુકાનદારો સામે પોલીસ કાર્યવાહીથી ફફડાટ…

ડેડીયાપાડા,(નર્મદા)
મનોજ પારેખ,(સેલંબા)

ડેડીયાપાડા ખાતે બજારમાં જાહેરનામાનો ભંગ કરનાર ૧૧ જેટલા દુકાનદારો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા દુકાનદારોમાં આ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા કોરોનાવાયરસ ના સંક્રમણને અટકાવવા સારુ કન્ટેટમેન્ટ ઝોન માં સવારના ૮/૦૦ થી ૩/૦૦ વાગ્યા સુધી તથા રાજ્યના બીજા વિસ્તારમાં સવારના ૮/૦૦ થી સાંજના ૪/૦૦ વાગ્યા સુધી દુકાનો, એકમો, અને ઉદ્યોગો ચાલુ રાખવા સુચના આપેલ હોય જે અન્વયે જીલ્લા મેજી.સા. નર્મદાના ઓના જાહેરનામાની અમલવારી પો.સ.ઇ એ.આર.ડામોર તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન સાંજના ચાર વાગ્યા પછી કેટલાક દુકાનદારો પોતાની દુકાન ખુલ્લી રાખતા હોવાની માહિતી મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો ૧૧ જેટલા દુકાનદારો જેમાં (૧) રાવજી રાજારામ આહીરે- રાવજી ફુટવેર (૨) દત્તુભાઈ બાબુભાઇ આહીરે – ડી.એસ. ફુટવેર (૩) ગણપતભાઇ મોહનભાઈ બારોટ – જય ભવાની ઈલેક્ટ્રીકસ (૪) ઐયુબખાન ઈસ્માઈલખાન દાઇમા – ગુજરાત ટ્રેડર્સ (૫) છગનભાઈ ગામીયાભાઈ વસાવા – દોરા બટન (૬) રવિન્દ્રભાઈ શિવદાસ વાણંદ – મા સંતોષી હેર કટીંગ (૭) મુકેશભાઈ જાદવભાઈ ચૌહાણ – સાઈ સરકાર ફુટવેર (૮) નરેશભાઈ રામજીભાઈ અગ્રવાલ – અગ્રવાલ પ્રોવિઝન સ્ટોર‌ (૯) રામપ્રસાદ પ્રયાગરાજ ગુપ્તા – રામુ કિરાણા સ્ટોર (૧૦) ગોવિંદભાઈ જેઠાભાઈ વસાવા – ટેલરિંગ ની દુકાન (૧૧) ધીરસીંગભાઇ યુવરાજભાઇ રાઠવા – મોબાઇલની દુકાન આ તમામ 11 દુકાનદારોએ પોતાની દુકાનો સાંજના ચાર વાગ્યા પછી ખુલ્લી રાખી હતી.આ તમામ ૧૧ દુકાનદારો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here