ડેડિયાપાડાના ખુરદી ગામે તળાવમાં નાહવા ગયેલા પાંચ વર્ષના બાળકનું મોત..

ડેડીયાપાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

દેડિયાપાડાના ખુરદી ગામનો પાંચ વર્ષનો કિશોર તેના મોટાભાઈ સાથે અને બીજા નાના છોકરાઓ સાથે તરાવ નદીમાં મોહબુડી ગામ વાળી જગ્યાએ પાણીના ધરામાં નાહવા ગયા હતા. તે દરમિયાન નાહતી વખતે પાણીમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું.ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ખુરદી ગામના ચુનીલાલ વસાવા નો નાનો પુત્ર દિવ્યેશ કુમાર ચુનીલાલ વસાવા ઉમર વર્ષ (૫) તા. ૨૦/૪/૨૦૨૦ ના રોજ સાંજના પાંચ વાગ્યાના સુમારે તેનો મોટો દીકરો ઋષિલ તથા ફળિયાના બીજા નાના છોકરાઓ સાથે ગામની તરાવ નદીમાં મોહબુડી વાળી જગ્યાએ પાણીના ધરામાં ન્હાવા માટે ગયો હતો.
તે દરમિયાન ન્હાતી વખતે ચુનીલાલ ભારજીભાઈ વસાવા નો નાનો દીકરો દિવ્યેશ આકસ્મિક રીતે પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા હતો.
આ બાબતે તેના પિતા ચુનીલાલ ભારજીભાઈ વસાવા એ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here