ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ-60 હેઠળના જાહેરનામાની મુદતમાં વધારો કરાયો

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

કોરોના વાયરસ સંક્રમણ રોકવા સંબંધી સૂચનાઓ, જાહેરનામાના ભંગ બદલ પી.એસ.આઈ અને સમકક્ષ અધિકારીઓ ગુનો દાખલ કરી શકશે

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે દેશભરમાં 03/05/2020 સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ-10(2) હેઠળ આ રોગચાળાને રાષ્ટ્રીય આપદા અને હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના હેતુથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ-26(2)ની જોગવાઈ તળે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરપર્સન તરીકે પ્રાપ્ત થયેલ સત્તાની રૂએ પંચમહાલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા દ્વારા એક્ટની કલમ-60 હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. લોક ડાઉનની વધારેલી મુદતને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટરશ્રી આ જાહેરનામાની અવધિ લંબાવતો જાહેર હુકમ કરવામાં આવ્યો છે. આ જાહેરનામા અનુસાર સરકાર કે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચનાઓ અને જાહેરનામાનો ભંગ કરવાના કિસ્સામાં ભંગ કરનાર સંસ્થા કે વ્યક્તિ સામે નોંધવાપાત્ર ગુનો દાખલ કરવા માટે સંબંધિત પોલિસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા અધિકારને અધિકૃત કરવામાં આવ્યા છે. ઉક્ત જોગવાઈ અનુસાર થાણા અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધર્યા બાદ ગુનો રજિસ્ટર થયાના 24 કલાકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીને લેખિતમાં રિપોર્ટ કરવાનો રહેશે તેમજ ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ રિપોર્ટ મળ્યાના દિન-03માં ફરિયાદની યોગ્યતા ચકાસી નિર્ણય કરવાનો રહેશે. આ હુકમ તા. 03/05/2020 સુધી અમલમાં રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here