ટંકારા શહેરમાં લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરાવવા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો…

ટંકારા,

પ્રતિનિધિ :- આરીફ દીવાન (વાંકાનેર)

શહેરના મુખ્ય રસ્તા પર ટ્રાફિક કે ભીડભાડ ન થાય માટે બેરીટેક. દુકાનોને છુટછાટો વચ્ચે પોલીસની કામગીરી વધી

ટંકારા મા મહીલા ફોજદાર એલ બી બગડા ની આગેવાની હેઠળ આજે શહેર ના રાજમાર્ગો ઉપર પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજી હતી જેમા દેરીનાકા રોડ મેઇન બજાર દયાનંદ ચોક ઉગમણા નાકે દવાખાના રોડ સહીત ની દુકાનો ઉપર શોસયલ ડિસ્ટન્સ બિન જરૃરી અવરજવર અને ટ્રાફિક બાબતે માહીતી મેળવી એક્શન પ્લાન બનાવ્યો હતો.જેમા શહેર ના તમામ મુખ્ય રસ્તા જ્યા બિન જરૃરી ફટફટીયા સવાર આવન જાવન ઉપર પ્રતિબંધ લાદી જીવન જરૃરી ચીજવસ્તુ ખરીદવા આવતા લોકો ને જાગૃત અને દુકાનો મા શરતો નુ પાલન કરવા સુચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા શહેર મા દુકાનદાર ને મળેલ શરતો ને આધિન છુટછાટો બાદ પોલીસ ની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા કામગીરી મા વધારો થયો છે જો કે બપોર ના એક વાગ્યા ના ટાકણે સટર પાડી લોક ડાઉન નુ પાલન કરાવવા માટે વાન મા સાઉન્ડ વડે શેરી મહોલ્લા મા પ્રજા ને માહીતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here