જોડીયા ગામના તલાટીને સસ્પેન્ડ કરવા સુલતાનાબેન ખ્યારે માંગ કરી…

જોડિયા,(જામનગર)
અકબર દીવાન

હાલ કોરોનાવાયરસ ના લીધે ગુજરાત ભરમાં રોજગારી લાંબા સમયથી બંધ હોય માટે મજુર લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે
અત્યારે તમામ પ્રકારના રોજગાર બંધ હોવાથી જોડીયા ગામના મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન સુલતાના બેન ખ્યારે મનરેગા યોજના હેઠળના કામ શરૂ કરવાની માંગ કરી છે
અન્ય તાલુકાઓમાં મનરેગા યોજના હેઠળના કામ ચાલુ હોય ત્યારે જોડિયા ગામમાં તલાટી કાનાણી સાહેબ દ્વારા એક તરફી શાસન ચલાવી કામ થવા દેતા નથી માટે સુલતાના બેને આવા તલાટીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને તાકીદે જોડિયા ગામમાં મનરેગા યોજના હેઠળના કાર્યો શરૂ કરીને આવા કપરા સમયમાં મજૂરોને મદદ કરવી જોઈએ એવી માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here