જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર.કોઠારી દ્વારા તેમને મળેલી સત્તાની રૂએ તા. ૨૧/૫/૨૦૨૦ ના જાહેરનામાની મુદ્દત ફક્ત મયાસી ગામના સમગ્ર વિસ્તાર પુરતી તા. ૭/૦૬/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

૨૧/૦૫/૨૦૨૦ ના જાહેરનામાથી રાજપીપલા નગરપાલિકાનો વોર્ડ નં.૬, દરબાર રોડ, બહુચર માતાના મંદિરનો ખાંચો, કાલિંદી ડેરીથી મુકેશ સ્ટોર રોડની આસપાસના ૩ કી.મીનો વિસ્તાર તેમજ નાંદોદ તાલુકામાં સમાવિષ્ટ મયાસી ગામના સમગ્ર વિસ્તારને COVID -19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે જાહેરનામાની મુદ્દત તા.૦૩/૦૬/૨૦૨૦ ના રોજ સુધીની છે. તા. ૨૫/૦૫/૨૦૨૦ ના રોજ મયાસી ગામમાં COVID -19 ના ૦૩ (ત્રણ) પોઝીટીવ કેસ નોંધાયેલ છે. સબબ તે મુજબ વંચાણના જિલ્લા કલેક્ટર કચેરીના તા.૨૧/૦૫/૨૦૨૦ ના જાહેરનામાની મુદ્દત જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ ફકત મયાસી ગામના સમગ્ર વિસ્તાર પુરતી તા.૦૭/૦૬/૨૦૨૦ ના ૨૪.૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. તે સિવાયની અન્ય તમામ વિગતો યથાવત રાખવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here