જાવલી ગામની આકસ્મિક આગની દુર્ઘટનાના પાંચ અસરગ્રસ્ત પરિવારોને રૂા. ૪,૮૮,૮૦૦/- ની સહાય ચુકવાઇ….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

આદિવાસીઓના મકાન અને પશુધન આગમાં નષ્ટ પામ્યા હતા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામે ગઇકાલ તા. ૨૫ મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ આકસ્મિક આગ લાગવાની દુર્ઘટનામાં વસાવા રામાભાઇ કોથાભાઇ, વલવી મોંગીબેન લક્ષ્મણભાઇ, વલવી ભીમસિંગભાઇ બટેસિંગભાઇ, વલવી મંગેશકુમાર ભીમસિંગભાઇ અને વસાવા સુરેશભાઇ ગેબુભાઇના રહેણાંક ઘરો સંપૂર્ણપણે નાશ પામેલ છે, જે અન્વયે ઉક્ત અસરગ્રસ્ત પાંચેય પરિવારોને આજે સરકારશ્રી તરફથી કાચા મકાનની સહાય પેટે રૂા. ૩,૮૩,૬૦૦/- ની, ઘરવખરી સહાય તથા કપડા સહાય પેટે રૂા. ૧૫,૨૦૦/- ની અને પશુ હાનિ સહાય પેટે રૂા. ૯૦,૦૦૦/-સહિત કુલ રૂા. ૪,૮૮,૮૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે.

દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મહેશભાઇ વસાવા, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી એમનાબેન વલવી, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ઓલીબેન વસાવા, પૂર્વ ધારાસભ્યશ્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના સભ્યશ્રી મંજીભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઇ વસાવા, ઇન્ચાર્જ તાલુકા મામલતદારશ્રી રાજેશભાઇ વસાવા, સાગબારા તાલુકા વિકાસ અધિકારીશ્રી કનૈયાલાલ વસાવા, જાવલી ગામના સરપંચશ્રી સુરેશભાઇ વસાવા વગેરેની ઉપસ્થિતિમાં જાવલી ગામે ઉક્ત અસરગ્રસ્ત લાભાર્થીઓને સરકારશ્રીની સહાયના ચેકો એનાયત કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here