જામનગર : સૂફીસંત હજરત ખ્વાઝા ગરીબ નવાજની શાનમાં ગુસ્તાખી કરનાર વિરૂદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું…

જામનગર,
અકબર દીવાન

ભારત દેશ હંમેશા કોમી એકતા માટે વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે આપણા ભારત દેશમાં કોમી એકતાનું સ્થાન અજમેર શરીફમાં ખ્વાજા ગરીબ નવાજનું આસ્થાનું છે જ્યાં હિન્દુ,મુસ્લીમ, શીખ,ઇસાઇ તેમજ દરેક ધર્મના લોકો આસ્થા રાખી હંમેશા દર્શન માટે હાજરી આપતા હોય છે આ એવું સ્થાન છે જ્યાં દરેક ધર્મના લોકોની મનોકામના પૂર્ણ થાય છે આ દરબારમાં નાત-જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી આ દરબારમાં કાયમ માટે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે જેમાં તમામ ધર્મના લોકો સામેલ હોય છે ભારત દેશની આવી મહાન હસ્તી વિશે અશોભનીય ટિપ્પણી કરનાર ન્યૂઝ 18 ના એન્કર વિરૂદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ એન્કર દ્વારા ગરીબ નવાઝની શાનમાં અભદ્ર ભાષામાં તદ્દન ખોટી વાત કરી ગરીબ નવાઝની શ્રદ્ધા ધરાવતા તમામ ધર્મના લોકોને ઠેસ પહોંચાડેલ છે આવા લોકો દ્વારા કોમી એકતા તોડવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હોય માટે આવા લોકોને કાયદાનું ભાન અપાવી તાત્કાલિક ધોરણે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે મદારે મહેઝર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપી સપ્ત કાર્યવાહી કરવા સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આવેદનપત્ર આપતી વેળાએ મુસ્લિમ સમાજ વતી ઓલાદે સાહેઆલમ બુખારી..સૈયદ મોહમ્મદ કાઝીમ બાવા. એ. બુખારી તેમજ ટ્રસ્ટના પ્રમુખ અકબર શાહ દિવાન સાથે એડવોકેટ ઈમ્તિયાઝ હુસેન કોરેજા મુસ્લિમ અગ્રણી હાજી યુસુફ પરાસરા મુસ્લિમ અગ્રણી રહીમભાઈ સોઢા તેમજ સિરાજ ખાન પઠાણ તેમજ ડોક્ટર રજાકભાઈ રફાઈ તેમજ અલ્ફાઝ ભાઈ જિનાણી તેમજ અસીન ખાન બ્લોચ તેમજ ઈશા બાપુ રફાઈ પ્રમુખ ફકીર જમાત બેડી તેમજ હારૂનભાઇ સોઢા તેમજ અક્રમભાઇ ખીરા વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here