જામનગર એસ.પી લાલધૂમ…મોટર સાયકલ પર ડબલ સવારી બેસવા પર પ્રતિબંધ…

જામનગર,
અકબર દીવાન

સમગ્ર વિશ્વમાં પ્રસરાય રહેલા કોરોનાના કહેરે આતંક મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના સંક્રમીતોની સંખ્યામાં અતિશય વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા સામાજિક અંતર જાળવવાના હેતુએ લોકડાઉન અમલમાં મુકાયું હતું અને એ લોકડાઉનના સમયગાળામાં વધારો કરી સરકાર દ્વારા હાલ ચોથા ચરણનું લોકડાઉન જાહેર કરાયું છે. પરંતુ હાલ અમલમાં મુકાયેલ ચોથા તબક્કાના લોકડાઉનમાં લોકોને થોડી રાહત રહે તે માટે સરકારે થોડી છૂટછાટ આપી હતી અને એ છૂટછાટનો લોકો દુરૂપયોગ કરી કોરોનાના પ્રકોપને ભૂલી સોશિયલ ડિસ્ટન્સના જાહેરનામાનો સરેઆમ ઉલ્લંઘન કરતા દેખાઈ આવે છે. જેને ધ્યાનમાં જામનગર એસ.પી એ કડક સૂચનાઓની જાહેરાત કરી છે.

જામનગર શહેરમાં જન જીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે પણ કોરોનાવાયરસ સમાપ્ત થયો નથી ત્યારે અમુક શરતોને આધીન છૂટછાટ આપવામાં આવતા લોકો આઝાદીની ખુશીમાં ભાન ભૂલી બેઠા છે ત્યારે જામનગર એસ.પી શ્રી શરદ શીંઘલ સાહેબ દ્વારા જાહેર જનતાજોગ સંદેશો આપ્યો હતો હાલમાં વાઇરસનો ભય યથાવત હોય માટે છૂટછાટનો અમલ કાયદા મુજબ કરવાનું રહેશે તેમજ શહેરમાં ડબલ સવારી બાઈક પર પ્રતિબંધ કરવામાં આવેલ હોય માટે જે વ્યક્તિ ડબલ સવારી નીકળશે તેને દંડ રૂપે મોટર સંકલ ડિટેઇન કરી કાયદેસરના ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here