જામનગરમાં લોક ડાઉન દરમિયાન પત્રકારોની ભૂમિકા કાબિલેદાદ….

જામનગર,
અકબર દીવાન

કોરોના વાયરસના માનવભક્ષી ભરડામાં જ્યારે વિશ્વ સપડાયો છે ત્યારે ભારતમાં પણ વાઈરસની ખુબજ અસર જોવા મળી રહી છે દેશમાં ઉગતા-આથમતા સુરજની સાથે કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે માટે આ વાઇરસના પ્રકોપને રોકવા સરકારશ્રી દ્વારા પ્રજા હિત માટે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને સામાજિક અંતર જળવાઈ રહે તે હેતુએ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા આશયે સરકાર શ્રી દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે
આવી કપરી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ તેમજ પોલીસ વિભાગ પોતાની ખૂબીપૂર્વક ચૂતપણે ફરજ નિભાવી રહ્યા છે ત્યારે આવા સંકટ સમયે પત્રકાર પણ દેશસેવા માટે આગવું સ્થાન ધરાવે છે પત્રકાર મિત્રો પોતાના પરિવાર તેમજ સ્વાસ્થ્યની પરવા કર્યા વગર સતત રાત-દિવસ મહેનત કરીને વતન પ્રેમ સાબિત કરી બતાવ્યો છે ઘણા બનાવોમાં પત્રકારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તેમછતાં પત્રકાર પોતાની કર્તવ્યથી પીછે હઠ કર્યા વગર પોતાની પવિત્ર ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here