જાણો : લોકડાઉન દરમ્યાન કયા-કયા નિયમો અને શરતોને આધિન કયા-કયા ધંધા વ્યવસાય માટે છૂટ આપવામાં આવશે….!!!

ગોધરા,

કલમ કી સરકાર : સાજીદ શેખ

>>> ભારત સરકારના ગૃહ મંત્રાલયના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય <<<

= બાર્બર શોપ –હેર કટીંગ સલૂન-બ્યૂટી પાર્લર-પાન-ગુટકા-બીડી-સીગારેટની દુકાનો ચ્હા –ટી સ્ટોલ- હોટલ રેસ્ટોરન્ટ શરૂ નહિં થાય
= ફરજિયાત માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવું પડશે
= ટેક્ષી સેવા-રિક્ષાઓ-ઉબેર કે બસ સેવાઓ શરૂ નહિં થાય
= મુખ્યમંત્રીશ્રીએ મોલ-માર્કેટીંગ કોમ્પ્લેક્ષ માટે મહત્વના નિર્ણયો કર્યા
= શહેર-જીલ્લામાં કન્ટેનમેન્ટ વિસ્તારોમાં દુકાનો-વ્યવસાય શરૂ કરી શકાશે નહી
= છૂટક દુકાનો અને રહેણાંક વિસ્તારની દુકાનો ખોલી શકાશે
= જીલ્લા કલેકટરો પાસેથી વિસ્તૃત વિગતો મેળવી શકાશે
= મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાન ધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે.આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. આવી છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે.તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે.

એટલું જ નહિ, દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના પ૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે તેમજ માસ્ક પહેરવાનું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે

રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં હેર કટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં.આ ઉપરાંત બ્યૂટી પાર્લરો –રિક્ષા સેવા-ઉબેર કે અન્ય ટેક્ષી સેવા કે બસ સેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહી.મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જે શહેરો અને જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા છે તે વિસ્તારોમાં દુકાનો, વ્યવસાયો શરૂ કરવા દેવા માટે કોઇ છૂટછાટ આપી નથી.

તેમણે અન્ય વિસ્તારોમાં મોલ અને માર્કેટીંગ કોમ્પ્લેક્ષ માટે પણ જે નિર્ણયો કર્યા છે. એ અનુસાર માર્કેટ જેવી કે સુરતમાં ટેક્ષટાઇલ્સ માર્કેટ, અમદાવાદમાં મસ્કતી મહાજન માર્કેટ, ન્યૂ કલોથ માર્કેટ તથા રાજકોટમાં સોની બજાર ખૂલશે નહી.છૂટક દુકાનો અને રહેઠાણ વિસ્તારની દુકાનો તા.ર૬ એપ્રિલથી ખોલી શકાશે.આ અંગેની વધુ વિગતવાર માહિતી આવતીકાલથી જે-તે જિલ્લા કલેકટર કચેરીમાંથી મેળવી શકાશે.શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી અન્ય દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે.શહેરોમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર કરાયેલા છે તેવા વિસ્તારોમાં માત્ર જીવન આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ સિવાયની અન્ય દુકાનો ચાલુ થઇ શકશે નહી.

>>> આ દુકાનો નહીં ખુલે <<<

ઠંડા પીણાની દુકાનો શરૂ નહિ થાય
હેર સલૂન નહીં શરૂ કરાય
પાનના ગલ્લા કે દુકાન નહીં ખૂલે
પગરખાંની દુકાનો નહીં ખૂલે
નાસ્તા ફરસાણની દુકાન નહીં ખૂલે
આઇસ્ક્રીમની દુકાનો નહીં ખૂલે

>>> આ દુકાનો ખુલશે <<<

ઇલેક્ટ્રોનિક્સ દુકાનો ખુલશે
સ્ટેશનરી દુકાનો ખુલશે
મોબાઈલ રીચાર્જ અને રીપેરીંગની દુકાનો ખુલશે
કરિયાણાની દુકાનો ખુલશે
એસી રીપેરીંગની દુકાનો ખૂલશે
પંચરની દુકાનો ખુલશે
ચશ્માની દુકાનો ખુલશે
ગારમેન્ટ્સ દુકાનો ખુલશે

જાણો ક્યાં વિસ્તારો જ્યાં દુકાનો-વ્યવસાયો રવિવારથી શરૂ થઇ શકશે નહિ

રાજ્યમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો છે તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહિ.

>>> આવા કન્ટેનમેન્ટ વિસ્તારોની વિગતવાર યાદી આ મુજબ છે <<<

જે શહેરોમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયા છે તેની વિગતો મુજબ અમદાવાદ મહાનગરના કન્ટેનમેન્ટ જાહેર થયેલા ખાડીયા, જમાલપૂર, શાહપૂર, દરિયાપૂર, દાણીલીમડા અને બહેરામપુરામાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહી.

ભાવનગરના સાંઢિયાવાડ અને વડવા, રાજકોટ મહાનગરના જંગલેશ્વર, રાજલક્ષ્મી સોસાયટી અને ક્રિષ્ણજિત સોસાયટી જે કન્ટેનમેન્ટ વિસ્તારો છે ત્યાં પણ દુકાનો-વ્યવસાયો શરૂ કરી શકાશે નહી.

વડોદરા ગ્રામ્યના ડભોઇ, ભાયલી, વાઘોડીયા અને કરજણ તથા પાદરા પાણ કન્ટેનમેન્ટ એરિયા છે ત્યાં પણ આવી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા દેવામાં આવશે નહી.

વડોદરા મહાનગરપાલિકામાં કિશનવાડીના બહાર કોલોની, વૃન્દાવન પાર્ક અને ધાનાની પાર્ક, જ્યુબેલી બાગના મોગલવાડા, કાલુપુરા, નરસિંહજી પોળ, મરાઠી મહોલ્લા, નવા બજાર રોકડનાથ પોલીસ ચોકી, જગમાળની પોળ, સુદામાપુરીના ગુલીસ્થાન એપાર્ટમેન્ટ, રામદેવનગરના બનિયનસિટી ડુપ્લેક્ષ, બાપોદના એકતાનગર, ગોરવાના કુરેશાપાર્ક, દિવાળીપુરાના અયોધ્યાપુરી, ગોકુળનગરના પ્રાસિત રેસીડેન્સી, તાંદળજાના ગુલાબવાટીકા સોસાયટી, નિલનીરી વુડા, ફાતિમા બંગ્લોઝ, દંતેશ્વરના અનુપમનગર, ગજરાવાડીના શનિદેવ મંદિર, મોટીમોરવાડ, માળી મોહલ્લા, યમુનામીલના વિશ્વકર્મા (શિવનગર-ર), મકરપુરાના રૂષિકેશ સોસાયટી, કારેલીબાગના સત્યમ ફલેટ, રાણાવાસ, એમ.આઇ.જી. ફલેટ, શીયાબાગના શિંન્દેકોલોની, મહેબૂબનગર, નવાપુરા હનુમાલ ફળીયા, દયાળબાવાનો ખાચો, અકબરી મસ્જીદ નાન કોર્ટ, નવા યાર્ડ ભવાનીપૂરા, નવી ધરતીના નાગરવાડા અને સૈયદપુરા, આંબલીફળિયા, રોહિતવાસ, અમદાવાદી પોળ, મહેતાવાડી, નવાબવાડા, સરદારભવન ખાચો અને કશામહોલ્લા, છાણીના સેફરોનબલીસ તેમજ સમાના રાંદલધામ સોસાયટી, હરણીસમા અને નૂતન સ્કુલ પાસેના પટેલ પાર્કનો સમાવેશ થાય છે.

સુરત મહાનગરના સેન્ટ્રલ ઝોનના નવસારી બજાર ચાર રસ્તાથી ડી.કે.એમ.સર્કલથી ભાગળ ચાર રસ્તા થઇ કાંસકીવાડ પે એન્ડ યુઝ થઇ માલી ફળીયા થઇ મસ્કતિ હોસ્પિટલ થઇ રાજમાર્ગ ટાવર રોડ થઇ બેગમપુરા મોમતીટોકીઝ રોડ થઇ ફાલસાવાડી મેઇનરોડ થઇ ઝાંપાબજાર મેઇનરોડ થઇ નિર્વાણ અખાડા રોડ થઇ એન.ટી.એમ. માર્કેટ થઇ મૃગવાન ટેકરા થઇ બેગમપુરા મેઇનરોડ થઇ સલાબતપુરા પોલીસ સ્ટેશન સર્કલ થઇ હલવાવાલા સર્કલ થઇ નિશીત કન્ઝયુમર સ્ટોર્સ થઇ કષ્ટભંજન હનુમાન મંદિર રોડ થઇ હજરત અકબર શહીરદ રોડ થઇ રુસ્તમપુરા કોમ્યુનીટી હોલથી સગરામપુરા પુતળી સર્કલથી નવસારી બજાર ચાર રસ્તાની વચ્ચેના વિસ્તાર, સૈયદપુરા પંપીંગ સ્ટેશનથી સૈયદપુરા ખાડી શેરી ઉભા રોડથી લીમડખા શેરી થઇ રામપુરા પેટ્રોલ પંપથી રામપુરા મેઇનરોડથી ડાબે લાલમીયા મસ્જીદ રોડથી મશાલચીવાડથી ડાબે ટર્ન લઇ સુરત હેલ્થકેર ફાઉન્ડેશન બેંકથી સૈયદપુરા મેઇનરોડથી ડાબે ટર્ન લઇ સૈયદપુરા પંપીંગ સ્ટેશન સુધાના વિસ્તાર, મુગલીસરા મેઇનરોડ સીપ એસન્સ રોડના બાજુના રસ્તેથી રીવર ફ્રન્ટ રોડ થઇ જીલાની બ્રીજની નીચેથી જમણે હાથે ટર્ન લઇ ધાસ્તીપુરા યાદગાર ચીકન સેન્ટરથી ધાસ્તીપુરા એસ.એમ.સી.ઓફીસથી વરીયાવી બજાર પોલીસ સ્ટેશન થઇ સીપ એસન્સ સ્ટોર્સ સુધીના વિસ્તાર, ઝાંપાબજાર વિસ્તાર, નાનપુરા LIC કવાટર્સથી કાદરશાની નાળ સર્કલથી સીમ્ગા સ્કુલ રોડથી ક્ષેત્રપાલ મંદિર રોડથી મોલવી સ્ટ્રીટથી રાજેશ્રી ટોકીઝ રોડથી નવસારી બજાર પોલીસ સ્ટેશનથી ન્યુ ખ્વાજાદાના રોડથી ખંડેરાવપુરા રોડથી એકતા સર્કલથી નાનપુરા LIC કવાટર્સ સુધીના વિસ્તાર, ચૌટાબજાર જમનાદાસ ધારીવાલાથી લાલગેટથી ભાગળ ચાર રસ્તાથી ડાબી બાજુ ભાવનગરી શેરી રોડથી બી.પી. હેલથ સેન્ટર રોડથી તક્ષશીલા એપાર્ટમેન્ટની બાજુમાંથી ચૌટાબજાર સાઇબાબા મંદિરથી ચૌટાબજાર જમનાદાસ ધારીવાલા સુધીના વિસ્તાર, સૈયદપુરા, નાણાવટ, શાહપોર (અનુ.નં.૧(ર) સિવાયનો વિસ્તાર, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, કાંસકીવાડ, સૈયદપુરા (અનુ.નં.૧ (૧) અને ૧ (૪) સિવાયનો વિસ્તાર, સગરામપુરા, નાનપુરા, ગોપીપુરા, વાડી ફળિયા, સોનીફળિયા (અનુ.નં.૧(પ) અને ૧ (૬) સિવાયનો વિસ્તાર)

સાઉથ ઇસ્ટ ઝોન (લીંબાયત) આઝાદ ચોક, નુરાનીનગર, રમાબાઇ ચોક, ઇસ્લામિક ચોક, ગુજરાત (આંજણા) સ્લમ કલીયરન્સ બોર્ડ, મીઠીખાડી, રઝાચોક, બેઠી કોલોની, પતરાનીચાલ, કુલવાડી, રેલ રાહત કોલોની, ઇન્દ્રા વસાહત, નૂરે ઇલાહી નગર, ગોવિંદનગર, પ્રતાપનગર, ક્રાંતિનગર, સુગરનગર, હનુમાનશેરી, રાવનગર, કાદરીગલી નં.૦ર થી ૦પનો વિસ્તાર, માન દરવાજા ટેનામેન્ટ નં એ-૧ થી એ-પ, બી-૧ થી બી-૩, સી-૧ થી સી-૯ તથા ટેનામેન્ટને લાગત હળપતિ કોલોનીનો વિસ્તાર.

વરાછા ઝોન-એ ના વલ્લભનગર, ગુરૂનગર, મહેશ્વરી સોસાયટી, વિહળનગરનો વિસ્તાર, દિવ્યવસુંધરા ફલેટ્સ, દલિત વસાહત, જોલી એન્કલેવ, ટાંકલીફળિયું, આંબાવાડી ઝૂપડપટ્ટી, ઉધરસભૈયાની વાડી, પાટીચાલનો વિસ્તાર. કૃષ્ણનગર, દીનદયાળનગર અને શ્રીરામનગર સ્લમ વિસ્તર. ધરમતીનગર સોસાયટી, ફુલપાડા વિસ્તારમાં આવેલ શકિતનગર, શિવનગર, સોમનાથ સોસાયટી.

સાઉથ વેસ્ટ ઝોન (અઠવા) ના SMC EWS આવાસ અને પાણીની ટાંકીની બાજુમાં, વેસુ. તાજનગર, આઝાદનગર પાસે, ભટાર રોઙ

વેસ્ટ ઝોન (રાંદેર) ના રાંદેર, મુખ્યરોડનો ઉત્તર પૂર્વીય તરફ તાપી નદી સુધીનો વિસ્તાર એટલે કે, અડાજણ પાટિયા, કોઝવે રોડ, ગોરાટ, રાંદેર ગામ, હનુમાન ટેકરી, ભાણકી સ્ટેડીયમની આજુબાજુનો વિસ્તાર. ઊગત સાઇટ એન્ડ સર્વિસ સ્કીમ જહાંગીરાબાદ .

સાઉથ ઝોન (ઉધના) ના સ્વામીનારાયણનગર, રામનગર, શ્રીરામનગર, છત્રપતિ શિવાજીનગર, ગૌરીનગર. ભેસ્તાન એચ-૧પ આવાસ, એ-૪ર થી ૪૪ અને ૪૯ થી પ૧ .

નોર્થ ઝોન (કતારગામ) ના માનસરોવર સર્કલથી માનીશ ગરનાળા, કોસાડ રોડ, કૃષ્ણનગર સોસાયટી, સત્તાધાર સોસાયટી વિગેરેનો સમાવેશ થાય છે.

      
    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here