છોટાઉદેપુર : મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો “બોગસ ડોકટ૨” ઝડપી પાડતી ઝોઝ પોલીસ

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

શ્રી સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ નાઓ તથા શ્રી આઈ.જી.શેખ સાહેબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના મુજબ અને શ્રી કે.એચ.સુર્યવંશી નાયબ પોલી અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝા છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ શ્રી પી.એચ.વસાવા પોલીસ ઇન્સ્પેકેટર તથા ઝોઝ પોલીસ સ્ટેશનના સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન અંગત બાતમીદાર મારફતે ચોકકસ બાતમી હકિકત મળેલ કે ઝોઝ ગામે ગા૨ખડી ફળીયા રોડની બાજુમાં આવેલ કાગડાભાઇ દલપાભાઇ રાઠવાના મકાનમાં પબિઞા પંચાળંદ મલીક નામનો માણસ કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી વિના પ્રેક્ટીશ કરે છે મળેલ બાતમી આધારે કાગડાભાઇ દલપાભાઇ રાઠવાના મકાનમાં કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેકશન તેમજ રોક્ડ રૂપિયા 300/-મળી કુલ કિંમત રૂપિયા ૯,૬૩૦/- નો મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા આરોપી વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here