છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરતા ગ્રામવાસીઓ…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ

કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
મધ્યપ્રદેશના ના અલીરાજપુર જીલ્લાની બોર્ડર પર આવેલા રંગપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી તથા લાભ આપવામાં આવ્યા હતા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની* થીમ અન્વયે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના અને પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના પોતાને મળેલા લાભોની ગાથા વર્ણવી હતી. અહીંના વિસ્તરણ અધિકારીએ ગ્રામજનોને સરસ માહિતી આપી હતી અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખેડૂતોને સમજાવ્યું હતું.
ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહયોગીતા આપવાના શપથ લીધા હતા. ઉપસ્થિત મહેમાનોએ આરોગ્ય અને આંગણવાડી દ્વારા ઉભા કરાયેલા કેમ્પની મુલાકાત લીધી હતી. આરોગ્ય કેમ્પમાં ટીબી, સિકલસેલ, બી.પી અને ડાયાબિટીસની તપાસ અંગે ગામના મહત્તમ લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી દીપકભાઈ ચૌધરી, મામલતદાર શ્રી જસુભાઈ ભાભોર, બેંક ઓફ બરોડાના લીડ મેનેજર શ્રી પીનાકીનભાઈ, રંગપુર એસ.બીઆઈના મેનેજરશ્રી, તાલુકા ઉપપ્રમુખશ્રી, રંગપુર ગામના તલાટી, ગામના આગેવાનશ્રી જસુભાઇ, શ્રી સંગ્રામભાઇ અને અન્ય વિભાગના કર્મચારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઘરઆંગણે સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતી સંકલ્પ યાત્રા ગુણાટા ગામે પહોંચી.
મધ્યપ્રદેશનું કઠીવાડા જ્યાંથી ૭ કિલોમીટર જ દૂર છે તેવા ગામ સુધી આજે યાત્રાએ ભ્રમણ કર્યું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here