છોટાઉદેપુર તાલુકાના મોટા રામપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ શપથ લીધા હતા : વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ-પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા

છોટાઉદેપુર તાલુકાના મોટા રામપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામલોકોએ કુમ કુમ તિલક કરાવી યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણની સૌએ સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૭ જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી
આપતી ફિલ્મ નિદર્શન થકી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારશ્રીની યોજનાઓનો વ્યાપ વધારવા અને આદિજાતી વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો કરી દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો હેતુ રહેલો છે. લોકોની સમસ્યા જાણી તેનો નિવેડો કેવી રીતે લાવી શકાય તે દિશામાં વડાપ્રધાનશ્રીએ વિચારણા કરી અનેક યોજનાઓ બનાવી છે. યોજનાનો લાભ જન જન સુધી પહોંચે તેની જાણકારી આપવા માટે આ યાત્રા ગામે ગામ ફરી રહી છે. નાના બાળકોથી લઈને વૃદ્ધોની ચિંતા કરી સરકારશ્રીએ અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો લાભ લેવાથી કોઈ વંચિત ન રહી જાય તે માટે આપણે નાગરિક તરીકે ફરજ અદા કરી જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ થાય તેવો ઉમદા હેતુ આ સંકલ્પ યાત્રાનો છે. આ પ્રસંગે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વિસ્તરણ અધિકારી શ્રીભરતભાઈ વરિયાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા જણાવ્યું કે આ યાત્રાનો પ્રારંભ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ દિવસથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૭ જેટલી યોજના છે તેની જન જનને જાણકારી મળી રહે તે માટે આ રથ ફરી રહ્યો છે.
*મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત વિવિધ યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોથી તેમના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની કહાની ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી બાકી રહી ગયેલા લોકોને યોજનાનો લાભ લેવા
સંકલ્પ યાત્રા દ્વારા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સરપંચશ્રીને અભિલેખા પત્ર એનાયત કર્યું હતું. ઉપરાંત,
વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરાયા હતા. આંગણવાડી વર્કર બહેનોએ મિલેટમાંથી તૈયાર કરેલી વાનગીઓ તેમજ મિલેટ ધાન્યનું સ્ટોલ નિદર્શન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા આરોગ્ય કેમ્પનો બહોળા પ્રમાણમાં ગ્રામજનોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં દિનેશભાઈ પટેલીયા, પશુધન નિરીક્ષક, આઈસીડીએસના કાર્યકર શીલાબેન, પીએચસી હેલ્થ વર્કર
કૌશિકભાઈ આદિજાતિ વિકાસ કરોરીમાંથી ચંપકભાઈ ગકતા હીરંગ્યાદીઓના વિસ્તરણ અધિકારી ભરતભાઈ વરિયા મિિહત સહિતના હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here