છોટાઉદેપુર તાલુકાના બોકડીયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન… વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી છેવાડાના માનવીનો વિકાસ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાય રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં છેવાડાના ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા લોકોને વિવિધ યોજનાઓની માહિતી આપી રહી છે. છોટાઉદેપુર તાલુકાના બોકડીયા ગામમાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી બન્યા હતા.
બોકડીયા ગામ એવું ગામ છે જ્યાં ઘર ખુબ દૂર દૂર આવેલા છે. અને ત્યાંથી પસાર થતો ધોરી માર્ગ મધ્યપ્રદેશના આલીરાજપુર જીલ્લાને સ્પર્શે છે. આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. કૃષિ ધન નિરીક્ષક દિનેશભાઈ પટેલીયાએ ગ્રામજનોને બેંક લોન અને કે.સી.સીની માહિતી સરળ ભાષામાં આપી હતી, તેમણે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ, ૭-૧૨ની નકલ, ચૂંટણી કાર્ડ લઈને આ લાભ લઈ શકાય છે. રૂ.૧ લાખ ૫૦ હજાર સુધીની સહાય મળી શકે છે.
કાર્યક્રમ અંતર્ગત પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિશાન સ્વનિધી યોજના, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે વિવિધ યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. કુલ છ માતાઓને નન્હી પરી ભેટ આપવામાં આવી હતી. તમામ લાભાર્થીઓને ભારત સરકારની યોજનાકીય લાભની પુસ્તિકા અને ૨૦૨૪ના કેલેન્ડર સંકલ્પ યાત્રા ના કન્વીનરશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, છોટાઉદેપુર તાલુકા પંચાયત અને બોકડીયા ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here