“ચોરી ચોરી છુપકે છુપકે” વાળ કાપતા વાળંદની થઇ અટકાયત….!!

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

કાલોલમાં ધાબા ઉપર વાળ કાપતા શખ્સની જાહેરનામા ભંગ બદલ પોલીસે ધરપકડ

કોરોના વાઈરસ ના સંક્રમણ ને કારણે ભીડભાડ નિવારવા માટે જીલ્લા કલેક્ટર દ્વારાઆવશ્યક ચીજવસ્તુઓ સિવાય ની તમમ ચીજો ના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે લોકડાઉન બીજા બે સપ્તાહ સુધી લંબાવી દેવામાં આવ્યું છે જેમાં નાના દુકાનદારો, મજુરીયાત, શ્રમજીવીઓ, મધ્યમવર્ગીય માણસો ની સ્થિતિ કફોડી બની ગયેલ છે. કાલોલ નવાપુરા માં શુક્રવારે સાંજના સુમારે એક વ્યક્તિ મકાન ના ધાબા ઉપર ઘણા બધા લોકો ને ભેગા કરી ને વાળ કાપે છે તેવી માહિતી મુજબ કાલોલ પોલીસે નવાપુરા માં તપાસ કરતા અક્ષયભાઈ ગોવિંદભાઇ વાળંદ રે નવાપુરા કાલોલ મૂળ રે. બજાર ફળિયું છાલિયેર જીલ્લા કલેક્ટર નું જાહેરનામું હોવાનું જાણવા છતાં પણ વાળ કાપવા માટે ભીડ ભેગી કરી જાહેરનામા નો ભંગ કરતા પોલીસે ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here