ચોમાસું નજીક આવતા કરજણ ડેમ સત્તાવાળાઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આગોતરા વોટર મેનેજમેન્ટની શરૂ કરાયેલી તૈયારીઓ.

સેલંબા,(નર્મદા)

પ્રતિનિધિ :- મનોજ પારેખ

ઉનાળુ સીઝનમાં ૧૫ જૂન સુધી ચાલશે અને ૧૬ જૂનથી ખરીફ સીઝન શરૂ થશે.

જેમાં પીવાના પાણીનો જથ્થો મળી રહે તે માટે કરજણ ડેમમાં પાણીના પર્યાપ્ત જથ્થો સંગ્રહ કરવામાં આવશે.

૧ લી જુલાઈથી ૧ લી ઓક્ટોબર સુધીનુ રૂડ લેવલ નક્કી કરી દેવાયું.

નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર અને ફલ્ડ કંટ્રોલ દ્વારા પ્રિમોન્સુન ની અગોત્રી કામગીરી શરૂ કરાઈ

નર્મદા જીલ્લામાં આગામી ચોમાસા જૂનથી શરૂ થશે ત્યારે કરજણ ડેમ અને નર્મદા ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પીવાના પાણીની વ્યવસ્થા અને ખેતીમાં સિંચાઈની સુવિધા પૂર નિયંત્રણ અંગેની કામગીરી અંગે અત્યારથી આગોતરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.જેમાં કરજણ ડેમ સત્તાવાળાઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આગોતરા વોટર મેનેજમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ અંગે કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી મહાલેએ આપેલા વિશેષ માહિતી મુજબ ઉનાળુ સિઝન ૧૫ મી જૂન સુધી ચાલશે અને ૧૬ જૂનથી ખરીફ સીઝન શરૂ થશે.જેમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો મળી રહે તે માટે કરજણ ડેમમાં પાણીનો પર્યાપ્ત જથ્થો સંગ્રહ કરવામાં આવશે જેમાં ફલ્ડ કંટ્રોલ દ્વારા ચોમાસા ની અગોત્રી તૈયારી કરવામાં આવશે. તે મુજબ પ્રિમોન્સુન કામગીરી માટે ઈન્સ્પેકટરોની નિમણૂક કરવામાં આવી છે.જેમાં ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરાશે.

તે માટે આગામી ચોમાસા દરમિયાન પાણી સંગ્રહ કરવા માટે કરજણ ડેમનું લેવલ અત્યારથી નક્કી કરી દેવામાં આવ્યું છે.જેમાં ૧લી જુલાઈએ ૧૦૩.૨૩ મીટર રૂલ લેવલ હોવું જોઈએ છે.૧ લી ઓગસ્ટે ૧૦૭.૫૫ મીટર,૧લી સપ્ટેમ્બર ૧૧૦.૫૦ મીટર, ૧૬ મી સપ્ટેમ્બર ૧૧૩ મીટર અને ૧લી ઓક્ટોબર ૧૧૫.૨૫ મીટર રોડ લેવલ નક્કી કરી દેવાયું છે.નર્મદા જળ સંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા ફલડ કંટ્રોલ દ્વારા રૂડલેવલ જાળવવાનું કામ કરાશે.જેનું લેવલ જાળવી રાખી કરજણ ડેમમાં પાણીનો પૂરતો સંગ્રહ કરી શકાશે જેનો લાભ કમાન્ડ વિસ્તારના ખેડૂતોને આપી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here