ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી દ્વારા મેરીટ બેઈઝ પ્રમોશનના પરિણામો જાહેર કરાયા…

ગોધરા,(પંચમહાલ)
અનુજ સોની

યુનિવર્સિટીની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલસચિવશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા.24/05/2020ના ઠરાવથી રાજ્યની સરકારી યુનિવર્સિટીઓને મેરીટ બેઈઝ પ્રમોશન અનુસાર પરિણામો જાહેર કરવા અપાયેલ સૂચના અંતર્ગત શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી દ્વારા સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ મેરીટ બેઈઝ પ્રમોશન અનુસાર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બી.કોમ સેમેસ્ટર-2ના 3139 અને સેમેસ્ટર-4ના 2577, બી.સી.એ. સેમેસ્ટર-2ના 49 અને સેમેસ્ટર-4ના 50, બી.એસ.ડબલ્યુ સેમેસ્ટર-2ના 116 અને સેમેસ્ટર-4ના 68 તથા બી.એસ.સી. સેમેસ્ટર-4ના 2958 વિદ્યાર્થીઓના પરિણામો ઓનલાઈન જાહેર કરવામાં આવ્યા છે. સંબંધિત વિદ્યાર્થી યુનિવર્સિટી વેબસાઈટ પર જઈ પોતાનું પરિણામ જોઈ શકે છે. મેરીટ બેઈઝ પ્રમોશન અનુસાર જાહેર કરવાના થતા અન્ય પરિણામો પણ યુનિવર્સિટી દ્વારા ખૂબ જ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ વધુમાં યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here