ગોધરા LCB પોલીસે હાઈ-વે પર ડીઝલ ચોરી કરતી ગેંગનો પીછો કરતા પોલીસ ઉપર ખૂની હુમલો…તેમછતાં પોલીસે મુદ્દામાલ સહિત ચોરટાઓને ઝડપી પાડ્યા…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ગોધરા એલ.સી.બી. પોલીસે કાલોલ તાલુકાના બેઢીયા ગામની હદમાં આવેલ પેટ્રોલપંપ સામેથી ડીઝલ ચોરીઓ કરતી ગેંગના સાગરીતોનો પોતાના કબજાના વાહન સાથે ભાગતા પીછો કરતા કાનોડ ગામની હદમાં પકડતા પોલીસ ઉપર ખુની હુમલો કરી ચોરી કરેલ ડીઝલ લીટર -૨૦૦ કિ.રૂ. ૧૪,૦૦૦/- તથા ડીઝલ ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલ સ્વીફટ કાર કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા ડીઝલ ચોરી કરવાના સાધનો મળી કુલ રૂ. ૪,૧૪,૪૨૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડયા.

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ સાહેબ નાઓએ પોલીસ ઇન્‍સ્‍પેક્ટરશ્રી ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓને મિલ્‍કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્‍કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચનાના ભાગરૂપે પોલીસ ઇન્‍સ્‍પેક્ટર શ્રી ડી.એન.ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓને હકિકત મળેલ કે છેલ્લા કેટલાક સમયથી ગોધરાથી હાલોલ તરફ જતા હાઇવે રોડની બાજુમાં આવેલ પેટ્રોલપંપો ઉપર પેટ્રોલપંપોની આગળ આવેલ ખુલ્લા કંમ્પાઉન્ડમાં તેમજ પેટ્રલપંપોની સામે હાઇવે રોડની બાજુમાં ઉભા રહેતા લોડીંગ વાહનોની ડીઝલ ટાંકીઓમાંથી કેટલાક અસામાજીક તત્વો પોતાના કબજામાં ફોર વ્હીલ વાહન લઇ આવી ઉભા રહેતા લોડીંગ વાહનોની ડીઝલ ટાંકીઓમાંથી ડીઝલની ચોરી કરી લઇ જતા રહે છે જેથી એલ.સી.બી. સ્ટાફના માણસોને જરૂરી વોચ અને પેટ્રોલીંગ રાખવા જણાવતા પોલીસ સ્ટાફના માણસો ગઇ રાત્રીના સમયે પેટ્રોલીંગ તથા વોચમાં હતા દરમ્યાનમાં દરમ્યાનમાં વહેલી સવારના છ એક વાગ્યાના સુમારે બેઢીયા ગામની હદમાં હાઇવે રોડની બાજુમાં આવેલ સંતોષી પેટ્રોલપંપના કંમ્પાઉડની સામે હાઇવે રોડની બાજુમાં એક ડમ્પર લોડીંગવાહન ઉભુ હોય તેની બાજુમાં એક સફેદ કલરની સ્વીફટ વીડીઆઇ કાર ઉભેલી હોય અને તે કારની આગળ પાછળ કોઇ નંબર પ્લેટ બેસાડેલ ન હોય જેથી આ વાહન શંકાસ્પદ જણાતા તે જગ્યાએ જતા તેની નજીકમાં જતા આ સ્વીફટ વીડીઆઇ કારમાં એકાએક ઝડપથી ચાર ઇસમો બેસી ગયેલા અને તેઓએ તેઓના કબજાની આ કાર પુરઝડપે હંકારી ભાગતા પોલીસે આ ઇસમો શંકાસ્પદ જણાતા તેઓની કારનો પીછો કરેલ અને સદર શંકાસ્પદ કારના ચાલકે તેની કાર વેજલપુર તરફ હંકારતા બાગાયત કેન્દ્રની સામે ડાબી બાજુ જતા પાકા રોડ ઉપર કાર હંકારતા કારનો પીછો ચાલુ રાખેલ અને કાનોડ ગામ નજીક રેલ્વે ફાટક બંધ હોય તેમજ પોલીસ પીછો કરતા હોય પોલીસ હોવાનુ માલુમ પડતા તેઓએ પોલીસને જાનથી મારી નાખવાના ઇરાદે તેઓના કબજાની કારની એકાએક રીવર્સ લઇ પરત પોલીસની કારની સામે ફેકતા પોલીસે એકાએક રોડની સાઇડમાં લઇ લીધેલ તેમ છતા પોલીસની કારની ડ્રાઇવર સાઇડની બાજુના પડખામાં એકાએક ઠોકી દીધેલ અને તેઓની કારમાંથી ચાર ઇસમો તેઓની કાર છોડી એકાએક ભાગવા લાગેલ જેથી પોલીસે દોડીને પકડવા માટે પીછો કરતા જેમાં બે ઇસમો પકડાય ગયેલ અને તેઓની સાથેના બે ઇસમો નહી પકડાતા ભાગી ગયેલ અને પકડાયેલ બંને ઇસમોને પકડી તેમના નામ સરનામુ પુછતા (૧) ફતેસીંગ ઉર્ફે કાળીયો રણજીતસિંહ સોલંકી રહે. અમરાપુરા બહાર ફળીયુ તા. સાવલી જી.વડોદરા (ર) ભગવાનસિંહ ઉર્ફે ભગો નરવતસિંહ સોલંકી રહે. અમરાપુરા વચલુ ફળીયુ તા. સાવલી જી. વડોદરાનો હોવાનુ જણાવેલ અને તેઓની કબજાની સફેદ રંગની સ્વીફટ વીડીઆઇ કાર નંબર વગરની માં જોતા પાછળની ડીકીમાં કુલ- ૪ મોટા કારબા ડીઝલ ભરેલા મળી આવેલ અને એક કારબામાં આશરે ૪૦ લીટર જેટલુ ડીઝલ ભરેલ હોય જે કુલ- ૪ કારબામાં મળી કુલ ડીઝલ લીટર -૧૬૦ લીટર ડીઝલ મળી આવેલ છે તેમજ આગળના ભાગે ખાલી સાઇડમાંથી એક કારબો ડીઝલ ભરેલ મળી આવેલ છે જેમાં આશરે ૪૦ લીટર જેટલુ ડીઝલ ભરેલ મળી આવેલ આમ કુલ- ૫ કારબામાં મળી કુલ ડીઝલ લીટર -૨૦૦ લીટર મળી આવેલ છે. જે ૨૦૦ લીટર ડીઝન કિ.રૂ. ૧૪,૦૦૦/- ગણવામાં આવેલ છે. તેમજ વચ્ચેની સીટમાં ત્રણ ખાલી કારબા મળી આવેલ જે ખાલી કુલ- ૩ કારબાની કિ.રૂ. ૩૦૦/- ગણવામાં આવેલ છે. તથા બે પ્લાસ્કટીની આશરે સાત ફુટ જેટલી લંબાઇની ડીઝલ કાઢવા માટેની પાઇપો મળી આવેલ છે જે બંને પાઇપોની કિ.રૂ. ૧૦૦/- ગણવામાં આવેલ છે. તથા સદરી કારમાંથી બે નંબર પ્લેટો મળી આવેલ આ બંને નંબર પ્લેટો ઉપર અગ્રેજીમાં રજીસ્ટ્રેશન નંબર જી.જે. ૦૬ એફ.કયુ.૮૦૪૯ નો નંબર લખેલ છે. જે બંને નંબર પ્લેટોની કિ.રૂ. ૨૦/- ગણવામાં આવેલ છે. આ પકડાયેલ બંને ઇસમોને તેઓની સાથેના નાસી ગયેલ બે ઇસમો કોણ કયાંના હતા તે સંબધે પુછતા તેઓએ ભાગી જનાર (૧) કીરણકુમાર મંગળસિંહ સોલંકી રહે. અમરાપુરા તા. સાવલી જી. વડોદરા (ર) અશ્વીનકુમાર ચાવડા જેના પિતાનુ નામ યાદ નથી તે રહે. રાસાવાડી તા. સાવલી જી. વડોદરાનો હોવાનુ જણાવેલ તેમજ તેઓના કબજાની ગાડીમાંથી મળી આવેલ ચાર કરબા ભરેલ ડીઝલ કયાંથી લાવ્યા તે અંગે પ્રાથમિક પુછપરછ કરતા બેઢીયા ગામની સીમમાં આવેલ સંતોષી પેટ્રોલપંપના કંમ્પાઉન્ડની આગળ હાઇવે રોડની બાજુમાં ઉભેલ એક ડમ્પરની ટાંકીમાંથી પાઇપ દ્રારા ડીઝલની ચોરી કરી લાવેલ હોવાનુ હકીકત જણાવતા આ બંને તથા તેઓના કબજાની સ્વીફટ કાર સાથે સંતોષી પેટ્રોલપંપના કંમ્પાઉન્ડની સામે હાઇવે રોડ ઉપર જઇ તપાસ કરતા પકડાયેલ બંને ઇસમોએ જે ડમ્પરની ટાંકીમાંથી ચોરી કરેલ તે ડમ્પર બતાવતા ડમ્પર પાસે ડ્રાઇવર હાજર હોય અને ડમ્પરનો નંબર જોતા જી.જે.૧૭ યુ.યુ.૩૧૫૪ લખેલ હતો અને ડમ્પરના ડ્રાઇવરનુ નામ પુછતા બામણીયા ભુપતભાઇ પ્રતાપભાઇ રહે. દેલોચ તા. મોરવા(હ) નો હોવાનુ જણાવેલ અને તેઓએ જણાવેલ કે તેઓના કબજાના ડમ્પરની ડીઝલની ટાંકીમાં પુરેપરી ડીઝલ ભરાવેલ હતુ અને તેઓએ તેઓના કબજાના ડમ્પરની ડીઝલ ટાંકી ખોલી જોતા તેઓએ જણાવેલ કે આ અમારા કબજાના ડમ્પરની ડીઝલ ટાકીમાંથી આશરે ૨૦૦ લીટર જેટલુ ડીઝલ ચોરાયેલ છે તેવી હકીકત જણાવેલી જેથી આ પકડાયેલ ઉપરોકત નામવાળા બંને ઇસમોને તથા તેઓના કબજા હેઠળની સ્વીફટ કાર અને તેમાંથી મળી આવેલ ઉપર જણાવ્યા મુજબની ચીજવસ્તુઓ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. અને ઇજા પામનાર લોકરક્ષક અ.પો.કો. વિપુલકુમાર હનુમાનસિંહ નાઓની સારવાર કરાવાની તજવીજ કરેલ છે.તેઓએ ઉપરોકત ઇસમો વિરૂધ્ધ ફરીયાદ સરકાર તરફે આપતા ઇ.પી.કો. કલમ ૩૦૭,૩૭૯, ૩૩૨, ૨૭૯,૪૨૭,૧૧૪ મુજબનો ગુનો વેજલપુર પો.સ્ટે. માં રજીસ્ટર કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here