ગોધરા સિવિલમાં હમ હોંગે કામિયાબ એક દિન….ના સૂરોએ સમગ્ર વાતાવરણને જોશથી ભરી દીધું….

ગોધરા,

કલમ કી સરકાર :- સાજીદ શેખ

કોરોનાને ધોબીપછાડ આપી બે યોદ્ધાઓ પોતાને ઘરે પરત ફર્યા….

સિવિલના સ્ટાફ નર્સ અને રબ્બાની મહોલ્લાના યુવકના બે ટેસ્ટ પરિણામ નેગેટિવ રહેતા રજા અપાઈ

ગોધરા કોવિડ-19ના સ્ટાફ દ્વારા તાળીઓના ગડગડાટ સાથે રજા અપાઈ

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેરે આતંક મચાવ્યો છે, દુનિયાના ખ્યાતનામ એવા ચીન,ઇટલી અને ફ્રાંસ જેવા દેશો આ માનવભક્ષી વાયરસની સામે ઘુંટણે પડ્યા છે જ્યારે વિશ્વગુરૂ કહેવાતા અમેરિકામાં લાખો લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલ કોરોનાનો પ્રકોપ ભારતમાં પણ દિનપ્રતિદિન વધી રહ્યો છે ભારતમાં ઉગતા અને આથમતા સુરજની સાથે રોજે-રોજ કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. આવા કપરા સમયે કોરોનાના સંક્રમણમાં આવી બીમાર થયેલો કોઈ વ્યક્તિ કોરોનાના માનવભક્ષી વાયરસને ધોબી પછાડ આપે છે તો એ દર્દીના સ્નેહીજનો સહીત જીલ્લા પ્રશાસન અને સૌથી વધારે દર્દીની સારવાર કરતા આરોગ્ય કર્મીઓ ખુશ થાય છે, આવોજ એક શુખમય બનાવ ગોધરા નગરમાં બનતા નગરજનો સહીત રાજ્યભરમાં ખુશીની લહેર પ્રસરાઈ હતી.

મળતી માહિતી મુજબ પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક એવા ગોધરા નગરમાં કોરોના વાયરસના અજગરી ભરડાએ ૨૨ જેટલા લોકોને સંક્રમિત કર્યા હતા, અને જીલ્લાના હાલોલ નગરમાં એક વ્યક્તિમાં કોરોનાના લક્ષણો મળી આવ્યા હતા. આપ પંચમહાલ જીલ્લામાં કુલ ટોટલ ૨૩ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, જેને લઈને જીલ્લા પ્રશાસન રાત-દિવસ એક કરવામાં જોતરાય ગયું હતું. માનવભક્ષી એવા કોરોનાનાં સંક્રમણને વધતો અટકાવવા જીલ્લા પ્રશાસને લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરાવવાની તજવીજ હાથ ધરી હતી તેમજ ગોધરા નગર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મુક્ત દવાઓનો છંટકાવ શરૂ કર્યો હતો અને જે વિસ્તારમાંથી કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા એ વિસ્તારને સંપૂર્ણપણે લોક કરી દીધા હતા. જેના ફળ સ્વરૂપે જીલ્લા પ્રશાસન સહીત આરોગ્ય વિભાગની ટીમનાં મહામહેનતના કારણે આજ રોજ ગોધરા નગર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

ગોધરા સિવિલ ખાતે આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે દર્દીઓના સતત બે રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા અપાઈ હતી. સીડીએમઓ શ્રી મહેશ સાગરે જણાવ્યું હતું કે તા.15.04.2020ના રોજ ગોધરા કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયેલ રબ્બાની મહોલ્લાના 31 વર્ષીય યુવક અને તા.17.04.2020ના રોજ દાખલ કરાયેલ સિવિલના સ્ટાફ નર્સના બે રિપોર્ટ 24 કલાકની અંદર નેગેટિવ આવતા તેમને કોરોનામુક્ત જાહેર કરાયા છે. પંચમહાલ જિલ્લામાં કોરોનાથી મુક્ત થનારા આ પ્રથમ બે કેસો છે. કોરોનાને માત આપનારા ગોધરાના આ યોદ્ધાઓ જેવા કોવિડ-19 સેન્ટરના પગથિયાઓ ઉતર્યા કે સીડીએમઓશ્રી, આરએમઓશ્રી, સિવિલ અને કોવિડ-19ના ડોક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફે તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. જિલ્લામાં કોવિડ-19ના ચોથા પેશન્ટ તરીકે દાખલ થનારા રબ્બાની મહોલ્લા, વેજલપુર રોડના 31 વર્ષીય યુવાને કોવિડ-19ના ડોક્ટર્સ અને સ્ટાફનો આભાર માનતા જણાવ્યું હતું કે જ્યારે મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા 15મી એપ્રિલે અહીં દાખલ થયો તો અત્યંત ગભરાયેલો હતો. પરંતુ ડોક્ટર્સ અને સ્ટાફના સહકાર અને ધરપતથી મને લાગ્યું કે હું આ રોગમાંથી સાજો થઈ શકીશ. અહીં સ્ટાફ અને ડોક્ટર્સનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે.ચેપ લાગવાના જોખમ છતા અમારા ચેકઅપ માટે સતત તેઓ રાઉન્ડમાં આવતા હતા. અલ્લાહનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે સારી સારવાર, સતત સંભાળ અને હકારાત્મક વાતાવરણને કારણે જે હું આ ધાતક રોગમાંથી બહાર આવી શક્યો છું. આ બંને દર્દીઓએ હવે 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન રહેવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here