ગોધરા સબજેલના કેદીઓ પોતાના સ્વજનો સાથે કરશે ઈ-મુલાકાત…

ગોધરા,

પ્રતિનિધિ :- સાદિક ચંદા

સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને વિડિઓ કોલિંગથી વાતચીત તેમજ મુલાકાત કરવાની વ્યવસ્થા કરવામાં આવી

હાલમાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં લઈ ગોધરા સબજેલના બંદીવાનોની તેઓના સ્વજનો સાથે મુલાકાત પર નિયંત્રણ મુકવામાં આવ્યો છે. કોરોના મહામારીના આ મુશ્કેલ સમયમાં આ નિયંત્રણના કારણે સ્વજનો સાથે મુલાકાત કે વાત કરવાનો અવસર કેદીઓએ ગુમાવવાનો ન થાય તે માટે જેલ પ્રશાસન દ્વારા એક સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. ગોધરા સબ જેલના બંદીવાનોને તેઓના સ્વજનો સાથે વિડિઓ કોલિંગથી ઇ-મુલાકાત કરાવવામાં આવી રહી છે. જેના માટે મુલાકાતીઓએ eprisons.nic. in/public/my visit registration.aspx પર ક્લિક કરવાનું રહેશે. ઓપન વિન્ડોઝમાં વિઝીટર ડિટેલમાં જઈને પોતાની વિગત તેમજ જે કેદી/આરોપીની મુલાકાત લેવા માંગતા હોય તેની વિગત તથા ટુ મીટમાં જઈ જેલમાં રહેલા કેદીનું નામ નું ફોર્મ ભરવાનું રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરી મેઈલ અથવા મોબાઈલ નંબર પર ઓટીપી આવે તે નાખવાનો રહેશે. બાદમાં જેલ ઓથોરિટી દ્વારા નિયમ મુજબ મુલાકાત મળવાપાત્ર હોય તો સામેથી મુલાકાતની તારીખ અને સમયની જાણ ઈ-મેઈલ અથવા મેસેજ દ્વારા કરવામાં આવશે.આ ઉપરાંત મુલાકાતીઓ એ મોબાઇલ માં vidyo mobile એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે.જેથી વિડિઓ કોલ કરીને સગા સંબંધીઓ કેદીઓ સાથે ઇ-મુલાકાત કરી શકશે તેમ ગોધરા સબ જેલ અધિક્ષક આર. પી.ડામોરે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here