ગોધરા શહેરમાં લોકડાઉન દરમિયાન કરિયાણાના છૂટક વિક્રેતાઓને વિસ્તાર અને દિવસોની ફાળવણી કરાઈ

ગોધરા,તા-૩૦-૦૩-૨૦૨૦

પ્રતિનિધિ :- સાદિક ચાંદા

ફાળવણી કરાયેલ દિવસોએ અને વિસ્તારમાં જ વેચાણ કરવાનું રહેશે.

પંચમહાલ જિલ્લામાં લોકડાઉન દરમિયાન લોકોને જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, કરિયાણા, કઠોળ, ખાંડ, તેલ સરળતાથી મળી રહે અને તેમના વેચાણ દરમિયાન નાગરિકોને કોરોના વાયરસનો ચેપ લાગી શકે તેવી સ્થિતિ ન ઉભી થાય તે માટે વહીવટીતંત્ર સતત પ્રયાસરત છે. આવા જ એક અન્ય પગલામાં પ્રાંત અધિકારીશ્રી, ગોધરા દ્વારા શહેરના અનાજ, કરિયાણા, કઠોળ, ખાંડ, તેલના રિટેલ (છૂટક) વિક્રેતાઓ માટે વેચાણ કરવા માટે દિવસો તથા વિસ્તારની ફાળવણી કરતો જાહેર હુકમ કરવામાં આવ્યો છે. જે અનુસાર સ્ટેશન રોડ પરના વીરેન ઘનશ્યામ અને જયશ્રી નોવલ્ટી સ્ટોરને સોમવાર અને શુક્રવાર, કિશોર એન્ડ કંપની તેમજ શ્રી રામ એજન્સીને મંગળવાર અને ગુરૂવાર તેમજ શ્રી ક્રિષ્ણા પ્રોવિઝન સ્ટોરને બુધવાર અને શનિવાર ફાળવવામાં આવ્યા છે. એ જ રીતે સાઈવાડા ખાતેની નવકાર પ્રોવિઝન સ્ટોર, સોનીવાડ ખાતેની હીરાલાલ મગનલાલ એન્ડ કંપની, પટેલવાડાની રાજ પ્રોવિઝન સ્ટોરને વેચાણ માટે સોમવાર અને ગુરૂવાર ફાળવવામાં આવ્યા છે. પાંજરાપોળ વિસ્તારમાં આવેલા મહાવીર પ્રોવિઝન સ્ટોર અને શ્રી રામ પ્રોવિઝન સ્ટોરને સોમવાર અને ગુરૂવાર તેમજ મુકેશ પ્રોવિઝન સ્ટોર અને સેવકરામ ડુંગરમલ શહેરાવાલાને મંગળવાર અને શુક્રવાર, પાવરહાઉસ ખાતેના સાંઈકૃપા અને ગુરૂકૃપા સ્ટોરને સોમવાર અને શુક્રવાર, કૈલાશ અને માં કૃપા પ્રો.સ્ટોરને મંગળવાર અને ગુરૂવારના દિવસે વેચાણ કરવાનું રહેશે. માર્કેટિંગ યાર્ડના જયભવાની પ્રોવિઝન સ્ટોરને સોમવાર અને ગુરૂવાર, અનુપમ પ્રોવિઝન સ્ટોરને મંગળવાર અને શુક્રવાર, ભૂરાવાવ (એફ.સી.આઈ. ગોડાઉન) ખાતેના ગાયત્રી પ્રોવિઝન સ્ટોરને સોમવાર, બુધવાર અને શુક્રવાર, મિલન પ્રોવિઝન સ્ટોરને મંગળવાર, ગુરૂવાર અને શનિવાર ફાળવાયા છે. જહૂરપુરા શાકમાર્કેટના શશીકાન્ત બ્રધર્સ અને શિવશક્તિ પ્રોવિઝન સ્ટોરને સોમવાર અને ગુરૂવાર, સાઈ સુગંધ સ્ટોર અને મે. આલમચંદ ચેલારામને મંગળવાર અને શુક્રવાર, વ્હોરવાડના પર્ફેક્ટ જનરલ સ્ટોર તેમજ કલાલ દરવાજા ખાતેના સુરેશકુમાર ચુનીલાલ એન્ડ કંપનીને સોમવાર, બુધવાર અને શનિવારના દિવસો વેચાણ અર્થે ફાળવવામાં આવ્યા છે. અંકલેશ્વર મહાદેવ રોડના લક્કી સુપર સ્ટોર અને નીલકંઠ સ્ટોરને સોમવાર અને ગુરૂવાર, શ્રીજી પ્રોવિઝન સ્ટોર અને ભગવતી પ્રોવિઝન સ્ટોરને મંગળવાર અને શુક્રવાર, કમલેશકુમારર સેજુમલ એન્ડ કંપનીને બુધવાર અને શનિવારના દિવસોએ વેચાણ કરવાનું રહેશે. શહેરના ભાગોળની લલિત જનરલ સ્ટોર અને શરાફ બજારની દાસ કિરાણા સ્ટોરે સોમવાર, બુધવાર અને શનિવારના રોજ વેચાણ કરવાનું રહેશે.
આ વિક્રેતાઓએ તેઓને ફાળવેલ જગ્યા-સ્થળ પર, ફાળવાયેલા દિવસો પ્રમાણે જ વેચાણ કરવાનું રહેશે. વેચાણ દરમિયાન એકથી વધુ માણસો ભેગા ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. તેમજ ખરીદી માટે આવતા ગ્રાહકો એકબીજાથી બે-બે મીટરનું અંતર જાળવી ઉભા રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. આ સૂચનાઓનો ભંગ કરનાર સામે એપિડેમિક ડિસીઝ એક્ટ- 1897 તથા ગુજરાત એપિડેમિક ડિસીઝ, કોવિડ-2019 રેગ્યુલેશન એક્ટ-2020 હેઠળ કાયદેસરના પગલા ભરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here