ગોધરા : લોકડાઉન દરમિયાન દંડાના કરતબ બતાવવામાં બેફામ બનેલો હોમગાર્ડ કાયદાના કુંડાળામાં ઘેરાયો…

ગોધરા,(પંચમહાલ)
કલમ કી સરકાર : સાજીદ શેખ

માનવતાવાદી અભિગમ ધરાવતા કાયદાના સંચાલકો દ્વારા છુટ્ટા હાથે દંડા મારનાર હોમગાર્ડ એવા સુનીલ વાળંદ (પીન્ટુ) ના વિરુદ્ધમાં FIR કરાતા ન્યાયનો હિત સદાબહાર થયો…

રક્ષકના રૂપમાં રાક્ષસી કૃત્યો કરનાર પીન્ટુ હોમગાર્ડને બચાવવા મેદાને પડેલા બહેરૂપિયાઓના ચહેરા કાળા થયા, ઝડપી નિર્ણય લેનાર પંચમહાલ પોલીસની સભ્ય સમાજમાં સરાહના…

FIR ની કોપી સોશિયલ મીડિયામાં વાયરલ થતા કહી ખુશી…કહી ગમ જેવો માહોલ…એક માસુમ પર છુટ્ટા હાથે દંડો વિન્ઝ્નારને ઈપીકો ક.૩૨૫ થી પણ ભારે કલમ હેઠળ શિક્ષા આપવાની લોકમાંગ…

પ્રવર્તમાન સમયમાં કોરોનાના કહેરને નાથવા લાગુ કરેલ લોકડાઉનને લઈને માનવ જીવન હેરાન પરેશાન થઇ રહ્યું છે, ઉગતા-આથમતા સુરજની સાથે કોરોનાનો પ્રકોપ પણ વધી રહ્યો છે જેના કારણે દરેક ધડકતા હ્રદયમાં દહેશતની કંપન અનુભવાઈ રહી છે ઉપરથી આવા કપરા સમયમાં મંદિર-મસ્જિદના દરવાજા પણ બંધ થયા છે. વિધિના વિધાન લખનારા વિધાતાનો શું ઈશારો હશે..એ કોઈનેય સમજાતું નથી..!! જેથી જીવંત વ્યક્તિ માટે ઈશ્વર-અલ્લાહ પછી કોરોના વોરિયર્સ એવા આરોગ્ય સેવક અને પોલીસ પ્રસાશન એક માત્ર વિકલ્પરૂપી લાઈફ લાઈન છે. અને દેશહિત ખાતર આપણા કોરોના યોધ્ધાઓ પણ દરેક ભેદભાવથી ઉપર ઉઠી માનવ જીવનની રક્ષા કાજે પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે,પરંતુ રક્ષાની આડમાં અમુક વિકૃત માનસિકતા ધરાવતા લોકો કોરોનાના છુપા એજન્ટ હોય એમ માનવ જીવન પર વાર કરવાની એક પણ તક જતી નથી કરતા, કોરોના અદ્રશ્ય વાયરસ બનીને વાર કરે છે જ્યારે આવા લોકો દંડાના જોરે પરાક્રમ કરી જાણે છે. આવો જ એક બનાવ ગોધરા નગરમાં બનતા ગુજરાત ભરના કોરોના યોધ્ધાઓ ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે.

પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક એવા ગોધરા નગરમાં ગત મંગળવરની રાત્રીના આશરે 10 :30 વાગે રગડીયા પ્લોટ, મુન્ના ફળિયાનાં ભાડાના મકાનમાં રહેતા રોજમદાર ગરીબ પરિવારનો 14 વર્ષનો છોકરો નામે લુકમાન તાસીયા પોતાના મિત્ર સાથે મોટર સાયકલ પર બેસીને MGVCL તરફથી ગોન્દ્રા વિસ્તાર તરફ આવી રહ્યો હતો, તે દરમિયાન પોલીસ પ્રસાશને ભાડા કરારે રાખેલ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહેલ પોલીસકર્મીઓના સાથેનો એક અમાનુષી હોમગાર્ડ નામે પીન્ટુ (ઉર્ફે) સુનીલ વાળંદનો શૈતાની કીડો સળવળી ઉઠ્યો હતો. કારણ કે લોકડાઉનનાં ચોથા ચરણમાં સરકાર દ્વારા છૂટછાટ અપાતા સમસ્ત લોકડાઉન દરમિયાન બેફામ દંડાના કરતબ બતાવનારનો દંડો અચાનક થંભી ગયો હતો માટે એ હોમગાર્ડ રઘવાયો થયો હતો જેથી એ રાત્રીએ ક્રૂર હોમગાર્ડે કોઈ પણ આચાર-વિચાર કર્યા વગર મોટર સાયકલ પર આવતા લુકમાનને છુટ્ટો દંડો મારી પોતાની ઉભરાયેલી ભડાસ ઓકી નાખી હતી. અને વિકૃત હોમગાર્ડના હાથે છૂટેલો દંડો માસુમ લુકમાનના માથાના પાછળના ભાગમાં ગંભીર રીતે વાગી ગયો હતો જેનાથી એ નાદાન છોકરો જમીન પર તળફડીઓ મારતો થઇ ગયો હતો.એ વિચારીને અનુમાન લગાવી શકાય છે કે એ અમાનુષી હોમગાર્ડ દંડા મરવાનો કેટલો અનુભવી હશે..!! ત્યારબાદ બનાવ સ્થળ પર અન્ય પોલીસકર્મીઓ આવી જતા તેઓએ ઘાયલ છોકોરાને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો અને મધ્ય રાત્રીએ લુકમાનની તબિયત વધુ બગડતા તેને વડોદરા રીફર કરવામાં આવ્યો હતો. અને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં એની સર્જરી કરવામાં આવી હતી. હાલ એની તબિયત સ્થિર હોવાનું જાણવા મળેલ છે. આ તમામ બાબતમાં ગોધરા પોલીસના અધિકારીઓએ માનવતા દાખવી તાત્કાલિક ધોરણે દંડાના જોરે પરાક્રમ કરનાર હોમગાર્ડ નામે સુનીલ વાળંદ ઉર્ફે પીન્ટુના વિરૂદ્ધમાં FIR દાખલ કરી ઈપીકો ક.૩૨૫ મુજબનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની ત્વરિત કામગીરીથી લોકોમાં વિશ્વાસની ઉંફ દેખાઈ રહી છે તેમછતાં નગરના સભ્ય સમાજમાં ગણગણાટના વાદળો ઘેરાયા હોવાની વાતો જાણવા મળી છે, દંડો મારનાર હોમગાર્ડ ઉપર ઈપીકો ક.૩૨૫ મુજબનો ગુન્હો નોંધાયો છે અને આ કલમ હેઠળ ૭ વર્ષની સજાની જોગવાઈ છે પરંતુ આ કલમ બેલેબલ પણ હોવાનું તજજ્ઞોનું કહેવું છે. જેથી અમાનુષી પરાક્રમ કરનારના વિરૂદ્ધમાં વધુ ભારે કલમો ઉમેરી કડકમાં કડક કાર્યવાહી કરવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. તેમજ વધુ મળતી વિગતો મુજબ પીન્ટુ ઉર્ફે સુનીલ, વાળંદ સમાજમાંથી આવતો હોય માટે તે પોતાની હોમગાર્ડની નોકરીની સાથો સાથ ખાડી ફળિયા વિસ્તારમાં હેર કટિંગની દુકાન પણ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. થોડા દિવસો અગાઉ પોતાની ખાખી વર્દી અને ઉપરથી દંડાની તુમાખીના રોપમાં લોકડાઉન દરમિયાન પોતાની હોમગાર્ડની નોકરી પૂરી કરી સમય સુચકતા જોઈ પોતાની દુકાનનો દરવાજો બંધ કરી અંદર ગ્રાહકોના વાળ-દાઢી કરવાનું કામ ચાલુ રાખતો હતો. આ બાબત વિશેની તમામ હકીકત સતર્ક એવા જીલ્લા પ્રસાશનને થતા આરોગ્ય વિભાગ દ્વારા જે તે સમયે એ હોમગાર્ડને હોમ ક્વારન્ટાઈન પણ કરવામાં આવ્યો હતો, જેથી આ બાબતથી પણ અનુમાન લગાવી શકાય છે કે પીન્ટુ ઉર્ફે સુનીલ વાળંદ પોતાની હોમગાર્ડની નોકરીનો કેટલો દુરૂપયોગ કરતો આવ્યો છે. અને હજુ તો એણે આવા અનેક પરાક્રમો કર્યા હશે પરંતુ હવે પાપનું ઘડું છલકાયું જ નથી પરંતુ ફૂટવા પર આવ્યું છે…!! જેથી ધીરે-ધીરે બધું જ બહાર આવે તો એમાં કોઈ બે મત નથી..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here