ગોધરા પાવર હાઉસ વિસ્તારમાં પાણીની કિલ્લતને લઈને માજી સભ્યએ રજૂઆત કરતા ન.પાલિકા પ્રમુખનો જલેબી જેવો સીધો જવાબ..!!

ગોધરા,(પંચમહાલ)
કલમ કી સરકાર : સાજીદ શેખ

એક તરફ કોરોનાનો કહેર તો બીજી બાજુ નગર પાલિકાના ભોગે તરસનો પ્રકોપ..

અગાઉ તાઈવાડા વિસ્તારની મહિલાઓએ પીવાના પાણીની સમસ્યાને લઈને નગર પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો..

માજી કાઉન્સીલર દીપક ખીમાણીએ પાણીની કિલ્લતને લઇને પાલિકા પ્રમુખના ફોન પર ઘંટડી વગાડી તો પાલિકા પ્રમુખે પોતાના અંધેર વહીવટનો લૂલો બચાવ કર્યો

આજે વિશ્વકક્ષાએ જો શબ્દ શંસોધન પ્રક્રિયા હાથ ધરવામાં આવે અને સૌથી વધુ ક્યાં શબ્દનો પ્રયોગ થઇ રહ્યો છે એની ગણના કરવામાં આવે તો ચારે કોરથી એટલે કે દુનિયાના ખૂણે-ખૂણામાંથી કોરોના શબ્દની સૌથી વધુ ચીસો સાંભળવા મળે…!! કારણકે હાલ ભારત સહીત સમગ્ર વિશ્વ માનવભક્ષી એવા કોરોનાના પ્રકોપથી પીડાઈ રહ્યું છે, ઉગતા-આથમતા સુરજની સાથે કોરોનાના સંક્રમણમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. સરકાર દ્વારા લોકડાઉનથી લઈને અનલોક-૦૧ સુધીમાં અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવ્યા છે તેમછતાં સમસ્ત દેશમાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે. તદુપરાંત દેશના નાગરિકોને સરકાર પર અડગ વિશ્વાસ છે જેથી આવા કપરા કાળમાં પણ લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી સરકારના પડતા બોલ ઝીલી રહ્યા છે. પરંતુ અનેક નગરોમાં સ્થાનિક રાજરમતથી ઘેરાયેલી નગર પાલિકાઓના ભ્રષ્ટ સંચાલકો સરકારની કાર્યપ્રણાલીને બદનામ કરતા હોય એમ નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં પણ નાટકો કરી રહ્યા છે. જેનું એક જીવંત ઉદાહરણ હાલ ગોધરા નગર પાલિકા તંત્રનું સામે આવી રહ્યું છે.

ચોમાસાના આગમન પહેલા સુરજ દાદાનો ગુસ્સો સાતમાં આશમાનને પાર કરી રહ્યો છે, એક તરફ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ ધોમધકતા તડકાનો તપારો છે આવા કપરા સમયમાં ગોધરા નગરજનો માટે ભૂખથી વધુ તરસને સંતોષવી અઘરી સાબિત થઇ રહી છે, કારણ કે ગોધરા નગર પાલિકાના અંધેર વહીવટને કારણે છેલ્લા કેટલાય દિવસોથી એક પછી એક એમ અનેક વિસ્તારોમાં પાણીની બૂમો રસ્તા ઉપર ગુંજવા લાગી છે તેમછતાં જીવિત આંખે શાસન કરતુ ગોધરા પાલિકાનું તંત્ર અંધપાના ઢોંગ કરવા ટેવાઈ ગયું છે. આજથી પાંચ દિવસ અગાઉ ગોધરા નગરના તાઈવાડા વિસ્તારની મહિલાઓએ પીવાના પાણીની સમસ્યાને લઈને નગર પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો અને ગતરોજ પાવર હાઉસ વિસ્તારના માજી કાઉન્સીલર એવા દીપક ખીમાણીએ પાણીની કિલ્લતને લઇને પાલિકા પ્રમુખના ફોન પર ઘંટડી વગાડી હતી પરતું પાલિકા પ્રમુખ પોતાની ભૂલોને છુપાવતા હોય એવો જવાબ આપવા મજબુર બન્યા હતા.

ગતરોજ પાવર હાઉસ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થતા માજી ન.પાલિકા સભ્ય દીપક ખીમાણીએ પહેલા બાવચાવાડ પાણીની ટાંકીના નંબર પર ફોન કર્યો ત્યારબાદ પાણી પુરવઠા અધિકારીના નંબર પર ફોન કર્યો પરંતુ એ બંને નંબરો પરથી કોઈ પ્રતિઉત્તર ન મળતા ખુબ જ આશાઓ સાથે વર્તમાન પાલિકા પ્રમુખના મોબાઈલ નંબર ઉપર ફોન કરી દીધો હતો ત્યારે પાલિકા પ્રમુખે તેઓને કહ્યું કે નગર પાલિકા પાણી પુરવઠા વિભાગના અધિકારી જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં આજે કોરોના પોઝિટીવ હોવાનો કેસ સામે આવ્યો છે જેથી આજે પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો નથી..!! પાલિકા પ્રમુખનો આવો જવાબ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. જ્યારે કે પાણીનો પુરવઠો પૂરો પડતી પાણીની ટાંકી બાવચાવાડ વિસ્તારમાં સ્થાઈ છે અને પાણી પુરવઠા અધિકારી ત્યાંથી આશરે ત્રણ કી.મી દુર સોસાયટીમાં રહે છે. તો પછી પાણીની ટાંકી અને ટાંકીનું સંચાલન કરતા અધિકારીના રહેણાંક વિસ્તારના શું લેવા-દેવા હોઈ શકે છે..!! હાલ આ બધી બાબતોમાં જવાબદાર તંત્રને વિચારવું જોઈએ પરંતુ આજે કોરોનાના પ્રકોપથી હેરાન થઇ રહેલા લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખી તરસનો કહેર વરસાવવો એ કેટલી હદે યોગ્ય કહી શકાય..!!? ગોધરા નગર પાલિકાનું ખોરંભે પડેલું તંત્ર એક રાજકીય વ્યક્તિ એવા માજી કાઉન્સીલરનું સાંભળવા તૈયાર નથી તો પછી સામાન્ય નાગરિક ક્યાં જઈને માટલા ફોડે એ વિચરવા જેવી બાબત છે…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here