ગોધરા નગર પાલિકાની હદમાં આવતી બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સાત દિવસ માટે એટલે કે તારીખ ૩.૦૫.૨૦૨૦ સુધી બંધ રહેશે…..

ગોધરા,

કલમ કી સરકાર :- સાજીદ શેખ

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ એક અગત્યની જાહેરાતમાં જણાવ્યું હતું કે ગોધરા શહેરમાં વધતા જતા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને સંક્રમણને આગળ વધતું રોકવા શહેરના કોરોનપ્રભાવિત વિસ્તારો ધરાવતા વોર્ડ ૩, ૬ અને ૯ ને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વોર્ડમાં આવતા તમામ વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોનના નિયંત્રણો લાગુ પડશે. આ ઉપરાંત, શહેરના વેપારી એસોસિએશન સાથે યોજાયેલી એક બેઠકમાં સંક્રમણની સ્થિતિ અંગે ચર્ચા કરી એસોસિએશન દ્વારા બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો બંધ રાખવાના પ્રસ્તાવને ધ્યાનમાં લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગોધરા નગરપાલિકાની હદમાં આવતી બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સાત દિવસ માટે એટલે કે તારીખ ૩.૦૫.૨૦૨૦ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here