ગોધરા નગરમાં કોરોનાનાં કેસોની સંખ્યા વધતા ગ્રામીણ વિસ્તારનાં રસ્તાઓ સ્થાનિકો દ્વારા બંધ કરાયા

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

ચીનનાં વુહાન શહેરમાંથી બહાર આવી સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવનાર કોરોના વાયરસે અસંખ્ય લોકોને સંક્રમિત કરી નાખ્યા છે તેમજ કેટલાય માનવજીવોને સ્વર્ગલોક પોહચાડી દીધા છે, આ કોરોના વાયરસના કહેરએ દુનિયાનાં ખ્યાતનામ એવા ચીન, સ્પેન, ઇટલી, ઈરાન, તુર્કી સહિતના અનેક દેશોમાં આતંક મચાવી દીધો છે જ્યારે જગત જમાદાર કેહવાતા અમેરિકાનાં હાલ બેહાલ કરી નાંખ્યા છે. કોરોના વાયરસનો પ્રકોપ આજે ભારતમાં પણ ધીરે-ધીરે પ્રશારાઈ રહ્યો છે તેમ છતાં એવું કહી શકાય કે લોકડાઉનનાં કારણે ભારતમાં કોરોના સંક્રમણની અશર બીજા દેશો કરતા ઓછી છે કે પછી ધીમી છે. સરકાર દ્વારા જાહેર કરેલ ૨૧ દિવસના લોકડાઉન પછી બીજા ૨૦ દીવસ સુધી લોકડાઉનનો સમયગાળો વધારમાં આવ્યો છે. આ લોકડાઉન દરમિયાન સરકાર સહિત સ્થાનિક પ્રશાસન પણ ખડેપગે મહેનત કરી રહ્યું છે તેમછતાં પંચમહાલ જીલ્લાનાં મુખ્ય મથક એવા ગોધરા નગરમાં કોરોનાના પાંચ જેટલા કેસો નોધાતા તંત્ર હરકતમા આવી ગયું છે. ત્યારે જીલ્લાના ગ્રામીણ વિસ્તારમા પણ કોરોનાના કેસને લઇને લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જેના કારણે પંચમહાલ જીલ્લાના ગ્રામિણ વિસ્તારોમાંથી મહિસાગર જીલ્લા તરફ જતા રસ્તાઓ સ્થાનિકો દ્વારા બંધ કરવામા આવ્યા છે.

હાલ પંચમહાલ જીલ્લામાં કોરોઁનાના કેસોની સંખ્યા પાંચ ઉપર પહોચી છે.એકબાજુ પોલીસ અને વહિવટીતંત્ર પણ લોકોને ઘરેજ રહેવા અનૂરોધ કરી રહ્યુ છે. અત્યાર સુધી ગ્રામિણ વિસ્તારમા એકપણ કેસ નોધાયો નથી. હાલ આ પંચમહાલના ગ્રામ્ય વિસ્તારોમા લોકોમા જાગૃતતા જોવા મળી રહી છે. જેના ભાગરૂપે હવે ગ્રામીણ વિસ્તારના લોકો પણ લોકડાઉનને પૂરેપૂરું સમર્થન આપી રહ્યા છે. જેમા ગ્રામીણ વિસ્તારમા આવેલા રસ્તાઓ પર આડાશ મૂકવામા આવ્યા છે.જેના કારણે અન્ય બહારના વ્યક્તિ ગામમા ન આવી શકે. પંચમહાલના સરહદી વિસ્તારમા ગ્રામિણ વિસ્તારમા હવે રસ્તાઓ પર આડાશ જોવા મળી રહી છે,પંચમહાલના આ વિસ્તારોમાથી કેટલાક રસ્તાઓ પાડોશમા આવેલા મહિસાગર જીલ્લામાં જાય છે.આ જતા રસ્તાઓ પણ બંધ કરવામા આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here